Site icon News Continuous Bureau | Mumbai

7 ફેરા નહિ પરંતુ 4 ફેરા લઈને રણબીરની પત્ની બની આલિયા ભટ્ટ; જાણો એની પાછળ નું કારણ

News Continuous Bureau | Mumbai

5 વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા  બાદ આખરે 14મી એપ્રિલે મહેશ ભટ્ટ- સોની રાઝદાન(Mahesh Bhatt-Soni Razdan) ની પુત્રી આલિયા ભટ્ટ અને ઋષિ કપૂર-નીતુ કપૂરના(Rishi-Nitu) પુત્ર રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાયા(Ranbir Alia wedding). હવે બંને ઓફિશિયલી પતિ-પત્ની(Husband-wife) બની ગયા છે. રણબીર-આલિયાના(Ranbir-Alia fans) ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને 14 એપ્રિલના (14 April)રોજ એ ક્ષણ આવી ગઈ જ્યારે આલિયા-રણબીરે સાત જન્મ માટે એકબીજાનો હાથ પકડી લીધો. પરંતુ શું તમે જાણો છો કે રણબીર અને આલિયાએ (Ranbir-Alia wedding)સાત ફેરા લઈને નહીં પણ માત્ર ચાર ફેરા લઈને એકસાથે સાત જિંદગી પૂરી કરવાનું વચન આપ્યું છે. તમને જાણીને જરૂર નવાઈ લાગશે કે આલિયા-રણબીરે લગ્નની(Ranbir-Alia wedding) પરંપરા બદલી અને સાત ફેરા નહીં પરંતુ માત્ર ચાર ફેરા લીધા. આલિયાના ભાઈ રાહુલ(Rahul Bhatt) ભટ્ટે એક ન્યૂઝ વેબસાઈટ ને આ વિશે માહિતી આપી છે, સાથે જ કપલના આમ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.

Join Our WhatsApp Channel

વેબસાઈટ સાથે વાત કરતા રાહુલ ભટ્ટે (Rahul Bhatt)કહ્યું, 'રણબીર-આલિયાએ તેમના લગ્નમાં(Ranbir-Alia wedding) 7 નહીં 4 ફેરા લીધા છે. તેમના લગ્નમાં એક ખાસ પંડિત(Pandit) હતા. આ પંડિતો ઘણા વર્ષોથી કપૂર પરિવાર સાથે છે. તેથી તેમણે દરેક ફેરાનું મહત્વ સમજાવ્યું. એક ધર્મ માટે થાય છે, એક બાળકો માટે થાય છે… તો આ બધું ખરેખર આકર્ષક હતું. હું એવા ઘરનો છું જ્યાં અનેક ધર્મના લોકો રહે છે. રેકોર્ડ માટે 7 ફેરા નહિ પરંતુ 4 ફેરા  લેવામાં આવ્યા હતા અને હું ચારેય ફેરા  દરમિયાન ત્યાં હતો.’ 

આ સમાચાર પણ વાંચો : 76 વર્ષ પહેલા રણબીર કપૂરના દાદાએ બનાવ્યું હતું 3000 સ્કવેર ફૂટ માં ફેલાયેલું આરકે હાઉસ, કુટુંબ ના આટલા લગ્નો નો સાક્ષી છે આ બંગલો; જાણો વિગત

તમને જાણવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના (Ranbir-Alia wedding)બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ લગ્ન સમારોહમાં માત્ર તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. આ દરમિયાન કરીના કપૂર(Kareena kapoor), કરિશ્મા કપૂર(Karishma kapoor), પૂજા ભટ્ટ(pooja bhatt), આકાશ અંબાણી(Aakash Ambani) સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ(bollywood celebs) હાજર રહ્યા હતા. આ સાથે લગ્ન દરમિયાન ઋષિ કપૂરને(Rishi kapoor) પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Deepika Padukone Raaka ડેડિકેશન હો તો એસા સપ્ટેમ્બરમાં ડિલિવરી છતાં પ્રેગ્નન્સીના આ આખરી દિવસોમાં પણ સેટ પર સક્રિય છે દીપિકા..
Madhuri Dixit TV Comeback ધકધક ગર્લનો નવો અંદાજ, ૨૪ વર્ષના લાંબા અંતરાલ બાદ નાના પડદે પરત ફરી રહી છે માધુરી દીક્ષિત, પૂછશે કરોડોના સવાલ
Director Shakeel Noorani Arrested બોલિવૂડના દિગ્દર્શક શકીલ નૂરાની જાતીય સતામણીના કેસમાં ધરપકડ, મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
Exit mobile version