News Continuous Bureau | Mumbai
Alka Yagnik Health Update: ભારતીય સિનેમાનો મધુર અવાજ ગણાતા ‘મેલોડી ક્વીન’ અલકા યાજ્ઞિક અત્યારે પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. વર્ષ 2024માં એક દુર્લભ બીમારીનો ખુલાસો કર્યા બાદ, દિગ્ગજ સિંગરે હવે પોતાની તબિયત અંગે નવું અપડેટ આપ્યું છે. બીમારીની ગંભીરતાને કારણે તેઓ છેલ્લા બે વર્ષથી કોઈ પણ નવા સિંગિંગ પ્રોજેક્ટનો હિસ્સો બની શક્યા નથી, જે તેમના ચાહકો માટે ચિંતાનો વિષય છે.
આ સમાચાર પણ વાંચો : Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
શું છે ‘સેન્સરી ન્યુરલ નર્વ હિયરિંગ લોસ’?
અલકા યાજ્ઞિકે ખુલાસો કર્યો હતો કે તેઓ ‘સેન્સરી ન્યુરલ નર્વ હિયરિંગ લોસ’ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે. એક વાયરલ ઇન્ફેક્શનને કારણે તેમની સાંભળવાની શક્તિ પર ઊંડી અસર પડી છે. સિંગરે આને પોતાના જીવનનો “અચાનક લાગેલો સૌથી મોટો ઝટકો” ગણાવ્યો હતો, જેના કારણે તેમની કારકિર્દી અને અંગત જીવન બંને પ્રભાવિત થયા છે. આ બીમારીમાં કાનની નસો નબળી પડી જાય છે, જેનાથી અવાજ સાંભળવામાં અને ઓળખવામાં તકલીફ પડે છે.
બીમારીની જાણ થયા પછી અલકા યાજ્ઞિકે એક પણ નવું ગીત રેકોર્ડ કર્યું નથી. તેમણે જણાવ્યું કે સંગીતકારો આજે પણ તેમની પાસે નવા ગીતોની ઓફર લઈને આવે છે, પરંતુ શારીરિક સ્થિતિને કારણે તેઓ કોઈ પણ અસાઇનમેન્ટ સ્વીકારી શકતા નથી. તેમનું છેલ્લે રેકોર્ડ થયેલું ગીત ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’નું ‘નરમ કાલજા’ હતું, જેને એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું હતું. ત્યારથી તેઓ રિકવરી માટે પ્રયત્નશીલ છે અને લાઈમલાઈટથી દૂર રહે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
