Site icon

રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ધ રૂલ ની સ્ટોરી થઇ લીક-આ વ્યક્તિના હાથે થશે શ્રીવલ્લીનું મૃત્યુ

News Continuous Bureau | Mumbai 

આ દિવસોમાં સાઉથની ફિલ્મો (south film)બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પછી તે KGF 2 હોય કે RRR, દરેક ફિલ્મે ઘણી કમાણી કરી છે. પરંતુ આ જંગી કમાણી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર 'પુષ્પાઃ ધ રાઈઝ' દ્વારા શરૂ થઈ હતી. લોકડાઉન(lockdown) પછી આ પહેલી આવી ફિલ્મ હતી જેણે લોકોને થિયેટરોમાં પાછા લાવ્યા. હવે ટૂંક સમયમાં આ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે. આ દરમિયાન, હવે ફિલ્મની વાર્તા લીક(story leak) થઈ ગઈ છે, જે જાણ્યા પછી ચાહકો થોડા નિરાશ થયા છે. કારણ કે ફિલ્મના બીજા ભાગમાં કંઈક આવું જ થવાનું છે, જે ચાહકોને ગમશે નહીં.

Join Our WhatsApp Community

જ્યારે 'પુષ્પાઃ ધ રાઈઝ' ફિલ્મ આવી, ત્યારપછી દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ. અલ્લુ અર્જુનની એક્ટિંગ (Allu arjun acting)લોકોને ખૂબ પસંદ આવી. તેમજ શ્રીવલ્લીના રોલમાં જોવા મળેલી રશ્મિકા મંદન્નાના (Rashmika Mandanna)લુકના બધાએ વખાણ કર્યા હતા. હવે ફિલ્મના બીજા ભાગને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે  પુષ્પાઃ ધ રૂલમાં શ્રીવલ્લીનું મૃત્યુ થશે. ત્યારથી સોશિયલ મીડિયા પર આ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો વિલન ફહાદ ફાસિલ શ્રીવલ્લીની હત્યા કરશે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. આ મુદ્દાઓ પર ફિલ્મ મેકર્સ અત્યાર સુધી મૌન છે. હવે આ વાત પરથી પડદો ફિલ્મ આવ્યા બાદ જ ઊંચકાશે.

આ સમાચાર પણ વાંચો : પ્લેબેક સિંગર કેકેના મોત પર કોલકત્તા હાઇકોર્ટનો મોટો નિર્ણય-રાજ્ય સરકાર ને આપ્યો આ આદેશ

'પુષ્પાઃ ધ રાઇઝ' પછી ચાહકો પુષ્પાઃ ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને રિલીઝ થવામાં થોડો સમય લાગી શકે છે. ફિલ્મ નિર્માતાઓ આ પુષ્પાઃ ધ રૂલને (Pushpa the rule)અદભૂત બનાવવા માટે કોઈ કસર છોડવા નથી માંગતા. ફિલ્મના નિર્દેશક સુકુમાર આ માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે.

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version