Site icon News Continuous Bureau | Mumbai

Allu Arjun Arrest: ઝુકેગા નહીં સાલા! જ્યુડિશિયલ કસ્ટડી મળ્યાના એક કલાકની અંદર અલ્લુ અર્જુનને મળ્યા વચગાળાના જામીન મંજૂર..

Allu Arjun Arrest: અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા નીચલી કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

Allu Arjun Arrest Telangana High Court grants interim bail to Pushpa 2 star in Hyderabad stampede case

Allu Arjun Arrest Telangana High Court grants interim bail to Pushpa 2 star in Hyderabad stampede case

News Continuous Bureau | Mumbai

Allu Arjun Arrest: હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપી દીધા છે. પોલીસે આજે બપોરે જ અભિનેતાની ધરપકડ કરી હતી. આ પછી તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 32 વર્ષીય મહિલાનું મોત થયું હતું.

Join Our WhatsApp Channel

Allu Arjun Arrest: અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડી

હાઈકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નીચલી અદાલતે નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે હવે હાઈકોર્ટે અલ્લુ અર્જુનને મોટી રાહત આપી છે અને તેને વચગાળાના જામીન આપ્યા છે.

Allu Arjun Arrest:  4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી.

ગત 4 ડિસેમ્બરે, બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2 ની સ્ક્રીનિંગ દરમિયાન, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. એક તરફ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને બીજી તરફ તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી તાકીદે સુનાવણીની માંગ કરી હતી. હવે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાના જામીન આપવાનો આદેશ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Allu Arjun Arrest: ‘ફ્લાવર નહીં…ફાયર હે મેં..’ ધરપકડ વચ્ચે પણ અલ્લુ અર્જુનનો સ્વેગ ઓછો ન થયો; જુઓ વિડીયો

Allu Arjun Arrest:  ધરપકડ અને જામીન બાદ અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયો 

અલ્લુ અર્જુન પહેલા સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ થયા બાદ અને પછી હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ ભાવુક જોવા મળ્યો હતો. જ્યારે પોલીસ વાહનમાં કોર્ટ પહોંચ્યો ત્યારે અલ્લુ અર્જુન ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં. ઘણા વિરોધ પક્ષો અને વરિષ્ઠ નેતાઓએ પણ અલ્લુ અર્જુનની ધરપકડનો વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતાઓએ કહ્યું કે નાસભાગ માટે સરકારને જવાબદાર ઠેરવીને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Pralhad Joshi Political Journey શૈક્ષણિક લાયકાતથી સંસદીય રાજકારણ સુધી જાણો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની આગવી ઓળખ અને સફર
Public Examinations Amendment Bill 2026 Lok Sabha પેપર લીક સામે મોદી સરકાર એક્શનમાં, લોકસભામાં આજે રજૂ થશે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૬’
Heavy Rain Alert દેશભરમાં ભારે વરસાદનું એલર્ટ, હિમાચલમાં વાદળ ફાટ્યું, આસામમાં પૂરમાં ૬૮ લોકોના મોત; IMDની ગંભીર ચેતવણી
Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Exit mobile version