Site icon News Continuous Bureau | Mumbai

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી ‘પુષ્પા: ધ રાઇઝ’ હવે OTT પ્લેટફોર્મ પર મચાવશે ધમાલ ; જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે રિલીઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક્શન થ્રિલર 'પુષ્પા: ધ રાઇઝ – પાર્ટ 1' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર ધમાલ મચાવવા આવી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે નેશનલ ક્રશ રશ્મિકા મંડન્ના લીડ રોલમાં હતી.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે અને હવે તેનું પ્રીમિયર 7 જાન્યુઆરીએ પ્રાઇમ વીડિયો પર થશે. અલ્લુ અર્જુનની 'પુષ્પા: ધ રાઇઝ' એ યશ-સ્ટારર KGFને પછાડીને અત્યાર સુધીની સૌથી મોટી દક્ષિણ-ભારતીય ફિલ્મોમાંની એક બની ગઈ છે.

સુકુમાર દ્વારા દિગ્દર્શિત એક્શન થ્રિલર 'પુષ્પાઃ ધ રાઇઝ – પાર્ટ 1' એ પણ કમાણીના મામલામાં રણવીર સિંહની ફિલ્મ 83ને પાછળ છોડી દીધી છે. હોલીવુડ ફિલ્મ 'સ્પાઈડર મેન' સાથે રિલીઝ થઈ હોવા છતાં 'પુષ્પા: ધ રાઈઝ – પાર્ટ 1' એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. આશા છે કે ફિલ્મને OTT પર પણ સારો પ્રતિસાદ મળશે.

મલાઈકા સાથે ઉંમરના અંતરને લઈને ટ્રોલ થવા પર અર્જુન કપૂરે લીધી ટ્રોલર્સ ની ક્લાસ, આપ્યો આ જવાબ; જાણો વિગત

સાઉથના ટોચના કલાકારોની યાદીમાં સામેલ અલ્લુ અર્જુને હજુ બોલિવૂડમાં પગ મૂક્યો નથી. જ્યારે સાઉથના ઘણા સેલેબ્સ બોલિવૂડમાં ડંકા વગાડી ચૂક્યા છે. જ્યારે અલ્લુ અર્જુનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેનો જવાબ હતો કે અત્યાર સુધી તેને કોઈ સ્ક્રિપ્ટ પસંદ નથી આવી.ચાહકો પણ અલ્લુ અર્જુનના બોલિવૂડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ પુષ્પાની વાત કરીએ તો સામંથા રૂથપ્રભુએ એક આઈટમ નંબર પણ કર્યો છે જેના માટે તેણે મોટી રકમ લીધી છે. 'પુષ્પા' અભિનેત્રી રશ્મિકા મંડન્નાના અભિનયના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version