Site icon

હેન્ડસમ અલ્લુ અર્જુન કેવી રીતે બન્યો ‘પુષ્પા રાજ’, વીડિયો જોઈને ચોંકી જશો! જાણો વિગત, જુઓ વિડીયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાની પુષ્પા દરેક જગ્યાએ ધૂમ મચાવી રહી છે. બોક્સ ઓફિસથી લઈને લોકોના દિલો સુધી આ ફિલ્મ દરેક જગ્યાએ રાજ કરી રહી છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પુષ્પાના ગીતો અને ડાયલોગ્સથી ભરેલું છે.તમામ સેલેબ્સ અને પબ્લિક આ ફિલ્મના ગીતો અને ડાયલોગ્સ પર જોરદાર રીલ બનાવી રહ્યા છે. દેશભરમાં જ નહીં પરંતુ સાત સમંદર પાર પણ અલ્લુ અર્જુનની આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. દરમિયાન, હવે પુષ્પા ધ રાઇઝના સેટ પરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ડઝન લોકો અલ્લુ અર્જુનને પુષ્પા રાજ નો મેકઓવર કરાવતા હતા.

 

આ વીડિયોમાં અલ્લુ અર્જુન પોતાની કારમાંથી નીચે ઉતરીને વેનિટી વેનમાં જતો જોવા મળે છે. અલ્લુ અર્જુન બ્લેક ટ્રેકસૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. હેરસ્ટાઈલિસ્ટ અને મેકઅપ આર્ટિસ્ટ પહેલેથી જ વેનિટી વેનમાં તેની રાહ જોઈ રહ્યા છે.કોફી પીતા પીતા  અલ્લુ અર્જુન ક્યારે પુષ્પરાજ બની જાય છે તે ખબર નથી પડતી, પરંતુ આ વીડિયો જોયા પછી તમે સમજી શકશો કે અલ્લુ અર્જુનને આ ગેટઅપમાં લાવવા માટે મેકઅપ અને હેર સ્ટાઈલિસ્ટે કેટલી મહેનત કરી હતી. મેકઅપ આર્ટિસ્ટ અલ્લુ અર્જુનના ચહેરાની નાની નાની વિગતોનું ધ્યાન રાખતા હતા. અલ્લુ અર્જુન વીડિયોના અંતમાં પુષ્પા બનતાની સાથે જ પોતાને અરીસામાં જોઈને ખૂબ જ ખુશ થાય છે.

એકતા કપૂરે તેજસ્વી પ્રકાશ સામેના આરોપ પર તોડ્યું મૌન, નાગિન 6 માટે સાઇન કરવા પાછળ નું જણાવ્યું કારણ; જાણો વિગત

અલ્લુ અર્જુનની આ ફિલ્મ વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઈ હતી. થોડા અઠવાડિયા પછી, ફિલ્મ પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ. ફિલ્મનું હિન્દી વર્ઝન જબરદસ્ત હિટ થયું છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે માત્ર 7 દિવસમાં કરોડોનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મને રિલીઝ થયાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ તેનો ઉત્સાહ લોકોના માથા પરથી ઉતરવાનું નામ નથી લઈ રહ્યો.

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી
Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Aishwarya Rai Bachchan birthday: મિસ વર્લ્ડથી લઈને સુપરહિટ ફિલ્મો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી, જાણો એશ્વર્યા રાય બચ્ચન ની સફર
Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી
Exit mobile version