એમેઝોન પ્રાઈમ વિડીયો એ નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઈનમેન્ટ સાથે મિલાવ્યો હાથ જાણો શું થઇ બંને વચ્ચે ડીલ

 News Continuous Bureau | Mumbai

સાજિદ નડિયાદવાલા ની  નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ (NGE) એ એમેઝોન પ્રાઈમ વિડીયો (Amazon Prime Video) સાથે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારી હેઠળ, ઘણી રસપ્રદ ફિલ્મો આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ માટે તૈયાર કરવામાં આવી છે. NGE દ્વારા નિર્મિત 'બવાલ', 'સનકી', 'બાગી 4' જેવી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થયા પછી OTT પર બતાવવામાં આવશે. આ સિવાય કાર્તિક આર્યનની એક ફિલ્મ પણ બતાવવામાં આવશે, જેનું ટાઈટલ હજુ નક્કી થયું નથી.આ ફિલ્મો પહેલા થિયેટરોમાં રિલીઝ થશે, પછી પ્રાઇમ સભ્યો માટે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ (Amazon Prime) પર રિલીઝ કરવામાં આવશે. તે પહેલા, મૂવીઝ 'અર્લી એક્સેસ રેન્ટલ' (rental movie)પર પણ ઉપલબ્ધ થશે.

Join Our WhatsApp Community

એમેઝોન પ્રાઈમે ટ્વિટર (Amazon prime tweet)પર સાજિદ નડિયાદવાલા સાથે આ ભાગીદારીની જાહેરાત કરી છે. ટ્વિટરએ કેપ્શન સાથે એક તસવીર શેર કરી, 'તમારા માટે શ્રેષ્ઠ બ્લોકબસ્ટર મૂવીઝ લાવવા માટે NGE મૂવીઝ સાથે ભાગીદારી કરી. આમાં  'બવાલ', 'સનકી', 'બાગી 4' સહિત આવનારી પ્રતિભાઓની ઘણી શાનદાર ફિલ્મોનો સમાવેશ કરવામાં આવશે. ઘણા વર્ષોની આ ભાગીદારી હમણાં જ શરૂ થઈ છે.

આ સમાચાર પણ વાંચો: સિરિયલ અનુપમા માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી શો માં આવશે ઘણા ટ્વિસ્ટ

તમને જણાવી દઈએ કે આ ફિલ્મોમાં વરુણ ધવન, ટાઈગર શ્રોફ, કાર્તિક આર્યન, અહાન શેટ્ટી સહિત બોલિવૂડના (bollywood celebs)ઘણા પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. આ ઉપરાંત, નિતેશ તિવારી, રવિ ઉદ્યાવાર, સમીર વિદ્વાંસ, સાકેત ચૌધરી સહિત ઘણા દિગ્ગજ નિર્દેશકો પણ આ ભાગીદારી સાથે આવશે.

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version