Site icon

Ameesha Patel : ‘ગદર 2’ ની રિલીઝ પહેલા અમીષા પટેલે ડાયરેક્ટર અનિલ શર્મા વિશે કર્યો ખુલાસો, પ્રોડક્શન ટીમ પર લગાવ્યા ગંભીર આરોપ

અભિનેત્રી અમીષા પટેલે સની દેઓલ અભિનીત ફિલ્મ ગદર 2 ના નિર્દેશક અનિલ શર્મા પર કેટલાક આરોપો લગાવ્યા છે. તે જ સમયે, અભિનેત્રીએ ઝી સ્ટુડિયોના ખૂબ વખાણ કર્યા છે.

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની અંગત જિંદગીને લઈને વધુ ચર્ચામાં રહે છે. અમીષા ટૂંક સમયમાં બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’ માં સની દેઓલ સાથે જોવા મળશે. આ ફિલ્મ માટે દર્શકોમાં ઘણી ઉત્તેજના છે અને તાજેતરમાં જ અભિનેત્રીએ ફિલ્મનો એક સીન જાહેર કર્યો છે. જો કે, અમીષા અહીંથી ન અટકી અને હવે તેણે ફિલ્મના નિર્દેશક અનિલ શર્માના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. અમીષાએ કુલ ચાર ટ્વિટમાં વાત કરી છે.

Join Our WhatsApp Community

અમિષા પટેલે અનિલ શર્મા પર લગાવ્યો આરોપ

અમિષાએ પહેલા ‘ગદર 2’ ના સીન ને ઉજાગર કર્યું અને ત્યારબાદ અમીષાએ તેના ટ્વિટમાં લખ્યું, ‘અનિલ શર્મા પ્રોડક્શનને લઈને ચાહકોની બીજી ચિંતા ‘ગદર 2’ ના અંતિમ શેડ્યૂલને લઈને બનેલી કેટલીક ઘટનાઓ વિશે છે, જે ચંદીગઢમાં અંતમાં બની હતી. અમીષાએ આગળના ટ્વિટમાં લખ્યું, ‘કેટલાક પ્રશ્નો હતા કે મેકઅપ આર્ટિસ્ટ, ડ્રેસ ડિઝાઇનર અને અન્ય વગેરે જેવા ઘણા ટેકનિશિયનને અનિલ શર્મા પ્રોડક્શન્સ તરફથી તેમની યોગ્ય ફી અને બાકી રકમ મળી નથી. હા, તેઓને તે મળ્યું નહોતું પરંતુ ઝી સ્ટુડિયોએ મહત્ત્વનું પગલું ભર્યું અને ખાતરી કરી કે તમામ લેણાં ક્લિયર થઈ ગયા કારણ કે તેઓ એક વ્યાવસાયિક કંપની છે.પોતાના ત્રીજા ટ્વીટમાં અમીષાએ ગદર 2 ની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો અને લખ્યું, ‘છેલ્લા દિવસે ચંદીગઢ એરપોર્ટ સુધી રહેવાની સગવડ, પરિવહનથી લઈને ખાવાનું બિલ ચૂકવવામાં આવ્યું ન હતું અને કેટલાક કલાકારો અને ક્રૂ સભ્યોને કાર આપવામાં આવી ન હતી. તેઓ ફસાયેલા હતા. પરંતુ તેમ છતાં ઝી સ્ટુડિયોએ અનિલ શર્મા પ્રોડક્શન્સ દ્વારા ઉભી થયેલી સમસ્યાઓને સુધારી હતી.’

આ સમાચાર પણ વાંચો: Uttar Pradesh: ‘યોગી છે તો ડર શેનો…’, અતીકના કબજાની જમીન પર 76 પરિવારોને મળ્યો આશરો, CMએ પોતે આપી ચાવી. 

 

અમિષા પટેલે માન્યો ઝી સ્ટુડિયો નો આભાર

આ પછી, તેના છેલ્લી ટ્વીટમાં, અમીષાએ લખ્યું, ‘ફિલ્મ સાથે સંકળાયેલા દરેક જણ જાણે છે કે ગદર 2 અનિલ શર્મા પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહી હતી, જે કમનસીબે ઘણી વખત નિષ્ફળ ગઈ પરંતુ ઝી સ્ટુડિયો હંમેશા વસ્તુઓને ઠીક કરે છે. શારિક પટેલ, નીરજ જોષી, કબીર ઘોષ અને નિશિતનો વિશેષ આભાર. જીની આ ટીમ શ્રેષ્ઠ છે. અમીષાની આ ટ્વિટ્સ ઝડપથી વાયરલ થઈ રહી છે અને કેટલાક તેને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક તેની જ ફિલ્મના ડિરેક્ટર પર આરોપ લગાવીને તેને ટ્રોલ કરી રહ્યા છે.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version