Site icon News Continuous Bureau | Mumbai

’યુદ્ધએ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી’, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખનો આ વીડિયો થયો વાયરલ; જુઓ વિડીયો જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ને 23 દિવસ પૂરા થયા છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે હજારો નિર્દોષ લોકો માર્યા ગયા છે. સાથે જ અનેક જવાનોના પણ મોત થયા છે. આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જાે કે આ એક જૂનો વીડિયો છે જે હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન પ્રેરણાદાયી વાતો કરતો જોવા મળી રહ્યો છે અને કહે છે કે ‘યુદ્ધ એ શાંતિ અને ભલાઈ માટેનો વિકલ્પ નથી’. શાહરૂખ વીડિયોમાં કહે છે કે ‘યુદ્ધનો અંત ફક્ત મૃતકો જ જુએ છે. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કોઈને ખબર નથી. તે મૃત્યુ પામેલા લોકો માટે જ સમાપ્ત થાય છે. એટલા માટે યુદ્ધમાં કંઈ નથી હોતું, બસ બધું વ્યર્થ હોય છે.’ 

Join Our WhatsApp Channel

શાહરૂખ વીડિયોમાં આગળ કહે છે યુદ્ધમાં ઘણું દુઃખ હોય છે,હકીકત એ છે કે યુદ્ધ સારું નથી. યુદ્ધ એ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી. યુદ્ધ એ પ્રેમ, ચર્ચા અને વાતચીતનો વિકલ્પ નથી. યુદ્ધ એવી વસ્તુ નથી કે જેના માટે તમારે તૈયારી કરવી પડે.  શાહરૂખ ખાનની આવી વાતો ચાહકોને પ્રેરણા આપતી રહે છે. આવી સ્થિતિમાં શાહરૂખનો આ વીડિયો આ મુશ્કેલ સમયમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ’ ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી એ કરી મોટી જાહેરાત: ફિલ્મ ની કમાણી નો પૈસો આ કામ માં કરશે ખર્ચ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો છતાં રશિયાએ યુક્રેનિયન શહેરોમાં નાગરિકોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યુ છે. યુક્રેનની સેના છેલ્લા 23 દિવસથી રશિયન ગોળીબારનો સામનો કરી રહ્યા છે.

Salman Khan Monster Action Sequences સલમાન ખાનની ‘મોન્સ્ટર’માં જોવા મળશે ખતરનાક એક્શન ટ્રેનની અંદર દુશ્મનો સામે લડશે ભાઈજાન, તૈયારીઓ શરૂ!
Ajay Devgn Next Suryasparsh અજય દેવગનની આગામી હોરર થ્રિલર ફિલ્મનું ટાઇટલ નક્કી ‘સૂર્યસ્પર્શ’માં જોવા મળશે ગરુડ પુરાણ આધારિત સુપરનેચરલ વાર્તા!
The Bads of Bollywood 2 Shooting ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ થી ફરી ધમાલ મચાવશે આર્યન ખાન ક્યારથી શરૂ થશે સીઝન ૨ નું શૂટિંગ? જાણો
Hanuman Ansh OTT Release ‘હનુમાન અંશ’ OTT પર ક્યારે થશે રિલીઝ? ₹૧૦૦ કરોડની મેગા ડીલ પર નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો!
Exit mobile version