News Continuous Bureau | Mumbai
Amir khan: આમિર ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને કારણે આમિર ખાન ચર્ચામાં આવ્યો છે. આમિર ખાન ના આ વિડીયો એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં આમિર ખાન એક રાજકીય પક્ષના સમર્થનમાં પ્રચાર કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને ઘણા લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શું આમિર ખાન ખરેખર રાજકારણમાં આવવા જઈ રહ્યો છે. હવે આ વિડીયો પર આમિર ખાને પ્રતિક્રિયા આપી છે અને આ વિડીયો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો: Tarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ એટલે કે અભિનેત્રી પલક સિધવાની એ પોતાને આપી બર્થડે ગિફ્ટ,અભિનેત્રી એ બતાવી ભેટ ની ઝલક
આમિર ખાને આપી સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આમિર ખાન એક રાજકીય પક્ષને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો સંપૂર્ણપણે નકલી છે. આ મામલે આમિર ખાનના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા આ વીડિયો ફેક હોવાનું જણાવ્યું છે અને કહ્યું છે કે “અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આમિર ખાને તેની 35 વર્ષની લાંબી કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં તેમણે ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાના પ્રયાસો ચોક્કસપણે કર્યા છે. અમે તાજેતરના વાયરલ વીડિયોને લઈને ચિંતિત છીએ જેમાં આરોપ છે કે આમિર ખાન કોઈ ચોક્કસ રાજકીય પક્ષને પ્રમોટ કરી રહ્યો છે. તે સ્પષ્ટ કરવા માંગે છે કે આ એક નકલી વિડિયો છે અને સંપૂર્ણપણે ખોટો છે.આ સાથે જ આમિર તમામ ભારતીયોને બહાર આવવા અને મતદાન કરવા અને અમારી ચૂંટણી પ્રક્રિયાનો સક્રિય ભાગ બનવા વિનંતી કરવા માંગે છે.”
Hamare 15 minutes aur unka 15 lakh yaad rakhna.
jab bhi vote karne Gaye .
Unka Jumla aur hamare awaaz.
Unka Dhokha aur hamare kaam.
Unki takleef aur hamare marham.#AamirKhan pic.twitter.com/SPq3VteSec— HASSAN🔻𝕏 (@HassanSiddiqei) April 15, 2024
આ વીડિયો સામે કાયદેસરની કાર્યવાહી કરતા આમિરે મુંબઈ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
