Site icon News Continuous Bureau | Mumbai

Amir khan: શું આમિર ખાન આ રાજનૈતિક પાર્ટી ને કરી રહ્યો છે સપોર્ટ? જાણો અભિનેતા ના વાયરલ વિડીયો ની હકીકત

Amir khan: આમિર ખાન નો એક વિડીયો વાયરલ થૈ રહ્યો છે જેમાં તે પોલિટિકલ પાર્ટી ને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. હવે આમિર ખાને આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને તેને ફેક ગણાવ્યો છે.

amir khan reacts on his viral political add video calls it fake

amir khan reacts on his viral political add video calls it fake

News Continuous Bureau | Mumbai 

Amir khan: આમિર ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને કારણે આમિર ખાન ચર્ચામાં આવ્યો છે. આમિર ખાન ના આ વિડીયો એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં આમિર ખાન એક રાજકીય પક્ષના સમર્થનમાં પ્રચાર કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને ઘણા લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શું આમિર ખાન ખરેખર રાજકારણમાં આવવા જઈ રહ્યો છે. હવે આ વિડીયો પર આમિર ખાને પ્રતિક્રિયા આપી છે અને આ વિડીયો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Tarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ એટલે કે અભિનેત્રી પલક સિધવાની એ પોતાને આપી બર્થડે ગિફ્ટ,અભિનેત્રી એ બતાવી ભેટ ની ઝલક

આમિર ખાને આપી સ્પષ્ટતા 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આમિર ખાન એક રાજકીય પક્ષને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો સંપૂર્ણપણે નકલી છે. આ મામલે આમિર ખાનના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા આ વીડિયો ફેક હોવાનું જણાવ્યું છે અને કહ્યું છે કે “અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આમિર ખાને તેની 35 વર્ષની લાંબી કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં તેમણે ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાના પ્રયાસો ચોક્કસપણે કર્યા છે. અમે તાજેતરના વાયરલ વીડિયોને લઈને ચિંતિત છીએ જેમાં આરોપ છે કે આમિર ખાન કોઈ ચોક્કસ રાજકીય પક્ષને પ્રમોટ કરી રહ્યો છે. તે સ્પષ્ટ કરવા માંગે છે કે આ એક નકલી વિડિયો છે અને સંપૂર્ણપણે ખોટો છે.આ સાથે જ આમિર તમામ ભારતીયોને બહાર આવવા અને મતદાન કરવા અને અમારી ચૂંટણી પ્રક્રિયાનો સક્રિય ભાગ બનવા વિનંતી કરવા માંગે છે.”


આ વીડિયો સામે કાયદેસરની કાર્યવાહી કરતા આમિરે મુંબઈ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Netflix Free Trial Offer ફ્રીમાં 30 દિવસનું નેટફ્લિક્સ? 6 વર્ષ બાદ ફરી પાછો આવ્યો આ ઓફર, જાણો કેવી રીતે ક્લેમ કરશો
Rajpal Yadav Cheque Bounce Case બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ફરી થઈ શકે છે જેલ, હાઈકોર્ટે સંભળાવી સજા; જાણો શું છે સમગ્ર મામલો
Janhvi Kapoor Mehendi Shikhar Pahariya જ્હાન્વી કપૂરે મહેંદીમાં લખાવ્યું બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ ‘શિખુ’, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
TMKOC Tanmay Vekaria Bagha બાઘાના પાત્રમાં જીવ પૂરવા તન્મય વેકરિયાનું મોટું બલિદાન, શરીર પર થઈ ગંભીર અસર જાણો શું છે મામલો
Exit mobile version