News Continuous Bureau | Mumbai
KBC 15 : સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ તેની 15મી સીઝન સાથે નાના પડદા પર પાછો ફર્યો છે. શોના ભવ્ય ઉદઘાટન પછી, એક કરતા વધુ સ્પર્ધકો હોટ સીટ પર બેસીને તેમના જ્ઞાનનું પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે જ દર વખતની જેમ બિગ બી પણ સ્પર્ધકો સાથે વચ્ચે ચર્ચા કરીને લોકોના દિલ જીતતા જોવા મળે છે. શોનો લેટેસ્ટ પ્રોમો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. ક્લિપમાં સદીના સુપરહીરોને નશામાં ધૂત(drunk man) એક મહિલા ને ચૂપ કરાવતા જોઈ શકાય છે.
‘KBC 15’માં ફિલ્મ પ્રમોશન કરવા આવી ‘ઘૂમર’ની ટીમ
સોની ટીવી દ્વારા રિલીઝ કરવામાં આવેલા પ્રોમોમાં ફિલ્મ ‘ઘૂમર’ની સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. તે જ સમયે, બિગ બીની શૈલી ક્લિપમાં સૌથી આકર્ષક છે. પ્રોમોમાં અમિતાભ બચ્ચન નશાની હાલતમાં જોવા મળે છે, જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. આટલું જ નહીં, ક્લિપમાં બિગ બી એક મહિલાને ચૂપ કરાવતા પણ જોવા મળે છે.
પ્રોમોમાં એવું જોવા મળે છે કે ફિલ્મ નિર્માતા આર બાલ્કી(R Balki) શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને શરાબીનું દ્રશ્ય ફરીથી કરવાની વિનંતી કરે છે. બિગ બી પહેલા તો ખુશખુશાલ નશામાં ધૂત માણસની જેમ વર્તવાનું શરૂ કરે છે, અને બધાને એન્ટરટેઈન કરે એવો સંવાદ બોલે છે. અમિતાભ સમજાવે છે કે કેવી રીતે બીજાઓએ નશામાં ન આવવું જોઈએ. આ સાંભળીને ત્યાં હાજર એક મહિલા જોરથી કહેવા લાગી કે તે બિગ બીને કેટલો પ્રેમ કરે છે.અમિતાભ બચ્ચન તેને શાંતિથી બેસવા માટે ઇશારો કરે છે સાથે જ તેઓ કહે છે, ‘મેડમ, તમે અમને બોલવા દો, તમને કેટલી વાર કીધું છે દારૂ પી ને નહીં આવાનું’. બિગ બીની આ વાત સાંભળીને અભિષેક બચ્ચન પણ પોતાની જાતને રોકી શકતો નથી અને મોટેથી હસવા લાગે છે.
આ સમાચાર પણ વાંચો : Hariyali Teej 2023 : આજે છે હરિયાળી ત્રીજ, જાણી લો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ..
