Site icon News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન દ્વારા જયા બચ્ચનને આપવામાં આવેલી આ ગિફ્ટ અભિનેત્રી ને ક્યારેય પસંદ નથી આવી, કારણ જાણીને તમે ચોંકી જશો

અમિતાભ બચ્ચન ને કાંજીવરમ સાડી ખુબ જ પસંદ છે જયારે કે તેમની પત્ની જયા બચ્ચન ને કાંજીવરમ સાડી બિલકુલ પસંદ નથી

amitabh bachchan always gifted this to wife jaya but she never liked it

અમિતાભ બચ્ચન દ્વારા જયા બચ્ચનને આપવામાં આવેલી આ ગિફ્ટ અભિનેત્રી ને ક્યારેય પસંદ નથી આવી, કારણ જાણીને તમે ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

કાંજીવરમ સાડીનો ઉલ્લેખ આવતા જ સૌથી પહેલું નામ મનમાં આવે છે તે અભિનેત્રી રેખાનું છે. ખાસ પ્રસંગોએ તે ઘણીવાર કાંજીવરમ સાડીમાં જોવા મળે છે. તેની પાસે આ સાડીઓનું સારું કલેક્શન છે. રસપ્રદ વાત એ છે કે, અમિતાભ બચ્ચનને પણ કાંજીવરમ સાડીઓ ખૂબ જ પસંદ છે અને તેણે ઘણીવાર આ સાડીઓ પોતાની પત્ની જયા બચ્ચનને ગિફ્ટ કરી છે. જો કે આ મામલે જયા બચ્ચનની પસંદગી સાવ અલગ છે.

Join Our WhatsApp Channel

 જયા બચ્ચન ને નથી કાંજીવરમ સાડી નો શોખ

જયા બચ્ચનને કાંજીવરમ સાડીઓ ખાસ પસંદ નથી. આ વાતનો ખુલાસો જયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે અમિતાભ તેણીને મોટાભાગની સાડીઓ ભેટમાં આપતા હતા, તે પણ ખાસ ડિઝાઇનવાળી કાંજીવરમ સાડીઓ. જયા બચ્ચને વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે તેને બિગ બી દ્વારા ભેટમાં આપેલી સાડી બિલકુલ પસંદ નથી.જયા બચ્ચને એમ પણ કહ્યું હતું કે, ‘તે હંમેશા અમિતાભનું દિલ રાખવા માટે તે સાડીઓ રાખતી અને પહેરતી હતી.’ જણાવી દઈએ કે આ એ જ સાડીઓ છે જે બિગ બી દ્વારા ગિફ્ટ કરવામાં આવી હતી, જે જયા બચ્ચન ફિલ્મ ‘અભિમાન’માં ઘણી વખત પહેરેલી જોવા મળી હતી. ખાસ કરીને ‘તેરી બિંદિયા રે…’ ગીતમાં તેણીએ પહેરેલી સાડીઓ અમિતાભે આપી હતી.

આ સમાચાર પણ વાંચો : રણવીર સિંહના સાસુ-સસરા વચ્ચે હતો ભાઈ-બહેનનો સંબંધ! દીપિકાના પિતાના ખુલાસાથી મચી ગયો ખળભળાટ

રેખા ને છે કાંજીવરમ સાડી નો શોખ

જ્યારે જયાને પરંપરાગત સાડીઓ બિલકુલ પસંદ નથી, ત્યારે રેખા આ સાડીઓ પ્રત્યે પાગલ છે. આજે પણ રેખા જ્યારે કોઈ પણ પ્રસંગ કે લગ્નમાં જોવા મળે છે ત્યારે તે કાંજીવરમ સાડીમાં જ જોવા મળે છે. તેણે પોતે જ સ્ટેજ પરથી કહ્યું હતું કે તેને આ પ્રકારની સાડીઓ ખૂબ જ પસંદ છે.રેખાના કાંજીવરમ સાડી પ્રત્યેના પ્રેમ પાછળ એક કારણ છે. રેખાના કહેવા પ્રમાણે, આ તેની માતાને તેની નજીક લાવે છે. એટલા માટે તે ખાસ કરીને આ સાડીઓ જ પહેરવા માંગે છે. રેખાને પણ આ સાડીઓ ગમે છે કારણ કે તે ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version