Site icon

બધા દિવસ એક સમાન નથી હોતા- અમિતાભને ફિલ્મમાંથી કાઢી મુકાયો હતો અને ત્યારબાદ રી એન્ટ્રી થઈ અને ફિલ્મ ગઈ સુપરહિટ

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) અને રેખાની(Rekha) જોડી પહેલી વખત દુલાલ ગુહાની(Dulal Guha) ફિલ્મ(Bollywood film) દો અનજાને(Do Anjane) (૧૯૭૬)માં જાેવા મળી હતી. દર્શકોને બંનેની જોડી ઘણી પસંદ આવી હતી. અમિતાભ-રેખાની જાેડી હિન્દી સિનેમાના(Hindi cinema) ઈતિહાસમાં સૌથી સફળ જોડી માંની એક ગણવામાં આવી. દો અનજાને પહેલા ૧૯૭૨-૭૩માં એક ફિલ્મ બંનેએ સાથે શરૂ તો કરી હતી, પરંતુ નિર્માતા-નિર્દેશકે(Producer-Director) સાત રીલ બનાવ્યા પછી અમિતાભને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કેમ કે તે સમયે તેમની ફિલ્મો નહોતી ચાલતી. પરિણામે તેમને ફિલ્મ માટે ફાઇનાન્સર્સ(financiers) અને ડિસ્ટ્રીબ્યુટર્સ(Distributors) નહોતા મળતા. અમિતાભને કાઢીને બીજા એક્ટરને લેવામાં આવ્યો અને ફિલ્મ બનીને રિલીઝ થઈ. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  રાષ્ટ્રપતિ ભવનમાં બે સુપરસ્ટાર એક મેકને મળ્યા-ફોટોગ્રાફ વાયરલ

અમિતાભ-રેખાને લઈને શરૂઆતમાં આ ફિલ્મનું નામ હતું અપના પરાયા. એક મહિના સુધી ફિલ્મનું શૂટિંગ(Film shooting) ચાલ્યું, પરંતુ મહિના પછી ફિલ્મના ડાયરેક્ટર કુંદન કુમાર(Kundan Kumar) અને નિર્માતા જીએમ રોશને(GM Roshan) અમિતાભને કાઢીને સંજય ખાનને(Sanjay Khan) લઈ લીધા હતા. જો કે તેનાથી નિર્માતાને નુકસાન થયું હતું. આ મામલામાં ડાયરેક્ટર કુંદન કુમારનું કહેવું હતું કે, અમિતાભની સતત ફ્લોપ ફિલ્મોના કારણે કોઈ ડિસ્ટ્રીબ્યુટર આ ફિલ્મ ખરીદવા માટે તૈયાર નહોતો. એવામાં નિર્માતાએ વધારે જોખમ ન લેતા શૂટિંગ બંધ કરી દીધું. અમિતાભની જગ્યાએ સંજય ખાનને લીધા પછી નિર્માતા-નિર્દેશકને ફિલ્મનું નામ બદલીને દુનિયા કા મેલા કરી દીધું. 

કિસ્મતનો ખેલ તો જુઓ જે ફિલ્મમાં અમિતાભની જગ્યાએ સંજય ખાને લીધી હતી, તે ફ્લોપ થઈ ગઈ અને તે સમયે અમિતાભની જંજીર(Zanjeer) સુપર ડુપર હિટ(Super duper hit) સાબિત થઈ. ૧૯૭૩માં રિલીઝ થયેલી જંજીરે અમિતાભને રાતોરાત સુપસ્ટાર બનાવી દીધા હતા. તેના પછી તેમને એંગ્રી યંગ મેનની નામ મળ્યું. તેના પછી અમિતાભની પાસે ફિલ્મોની લાઈન લાગી. જ્યારે દુનિયા કા મેલા આવતા વર્ષે ૧૯૭૪માં થિયેટરોમાં આવી હતી. પરંતુ દર્શકો તેને જાેવા ન ગયા. અમિતાભ પછી અને સંજય ખાન પહેલા આ ફિલ્મ નવીન નિશ્ચલને ઓફર કરવામાં આવી હતી. જે તે સમયે મોટા સ્ટાર હતા. પરંતુ તેમણે એવું કહીને ના પાડી કે સ્ટ્રગલિંગ એક્ટરે છોડેલી ફિલ્મ સહી નહીં કરું. 

અમિતાભ જ્યારે અપના પરાયાનું શૂટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન અમિતાભ અને રેખા પર એક ગીતનું શૂટિંગ થઈ ગયું હતું. ગીતના શબ્દો હતા, તૌબા તૌબા. જ્યારે સંજય ખાન આ ફિલ્મમાં આવ્યા તો તેમન પર પણ રેખાની સાથે આ ગીત શૂટ થયું. યુટ્યુબ પર આજે પણ આ ગીત છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version