Site icon

5 બંગલા- 1 ડુપ્લેક્સ છે છતાં બિગ બીએ ફરી ખરીદ્યું આલીશાન ઘર- 31માં માળેથી જોવા મળશે અદભુત નજારો

News Continuous Bureau | Mumbai

બોલીવુડ(Bollywood)ના મહાનાયક અમિતાભ બચ્ચન(Amitabh Bachachan) 79 વર્ષના છે, જે ઉંમરે લોકો નિવૃત્તિ લઈને આરામથી જીવન વિતાવે છે, એ ઉંમરે આ બિગ બી(Big B) પોતાની કારકિર્દીની બીજી ઇનિંગ(Second inning of career) દિલ ખોલીને માણી રહ્યા છે. પુષ્કળ પૈસા કમાય છે અને પુષ્કળ રોકાણ(Investment) કરે છે. દરમિયાન હવે એવા અહેવાલ છે કે પહેલા 5 બંગલા અને 1 ડુપ્લેક્સના માલિક અમિતાભ બચ્ચને મુંબઈ(Mumbai)માં વધુ એક આલીશાન ઘર(A luxuriosus home) ખરીદ્યું છે, જે ખૂબ જ પોર્શ સોસાયટી(Porsh Society) માં બનેલું છે. 

Join Our WhatsApp Community

કહેવામાં આવી રહ્યું છે કે 31મા માળે બનેલ આ ઘર મુંબઈનો આલીશાન નજારો આપે છે.  આ 12 હજાર સ્ક્વેર ફૂટની પ્રોપર્ટી છે. તે પાર્થેનન સોસાયટીમાં 31મા માળે છે. અમિતાભે આખો ફ્લોર ખરીદી લીધો છે. પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે બિગ બી હવે પરિવાર સાથે ત્યાં શિફ્ટ થશે કે કેમ, તો અત્યારે એવું નથી, પરંતુ રોકાણના દૃષ્ટિકોણથી તેમણે આ એપાર્ટમેન્ટ(Apartment) ખરીદ્યું છે. અમિતાભ બચ્ચને જે ઘર ખરીદ્યું છે તેની કિંમત અંગે હાલમાં કોઈ માહિતી મળી નથી.  

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા – સિરિયલ માં આવશે મોટો ટવીસ્ટ- દયાબેનને પરત લાવવા હવે જેઠાલાલ કરશે આ કામ 

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ અમિતાભ બચ્ચને 31 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી, જેની ખૂબ ચર્ચા થઈ હતી. અમિતાભ બચ્ચન(Amitabh Bachachan) પાસે પહેલેથી જ પાંચ બંગલા છે. તેમની પાસે 10 હજાર ચોરસ ફૂટનો બંગલો જલસા છે. અહીં અમિતાભ પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા સાથે રહે છે. બીજો બંગલો પ્રતિક્ષાનો છે જ્યાં અમિતાભ તેના માતા-પિતા સાથે રહેતા હતા, પરંતુ હાલમાં અવાર-નવાર ત્યાં મુલાકાત લેતા હતા. ત્રીજો બંગલો જનક, જ્યાંથી અમિતાભ બચ્ચનની ઓફિસ ચાલે છે. ચોથો બંગલો વત્સ અને પાંચમો બંગલો જલસાની પાછળ છે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version