Site icon

Amitabh bachchan on rashmika mandanna video: રશ્મિકા મંદન્ના ના ફેક વિડીયો પર અમિતાભ બચ્ચને કરી આ માંગ, બિગ બી નું સમર્થન જોઈ અભિનેત્રી એ આ રીતે માન્યો આભાર

Amitabh bachchan on rashmika mandanna video:ગઈકાલે રશ્મિકા મંદન્ના નો એક ફેક વિડીયો વાયરલ થયો હતો જેને લઇ ને ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો હતો. હવે અમિતાભ બચ્ચને રશ્મિકા મંદન્ના ના વાયરલ ડીપફેક વિડિયો સામે પોતાનો ટેકો આપ્યો છે

amitabh bachchan came in support o rashmika mandanna fake video

amitabh bachchan came in support o rashmika mandanna fake video

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan on rashmika mandanna video: ગઈકાલે રશ્મિકા મંદન્ના નો એક AI ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો ત્યારબાદ ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો હતો.આ વિડીયો માં રશ્મિકા ને ખુબજ બોલ્ડ અંદાજ માં બતાવવામાં આવી હતી.એવું કહેવાય છે કે,આ વિડિયોનો હેતુ સમાજમાં અભિનેત્રીની છબી ખરાબ કરવાનો હતો.હવે બોલિવૂડ ના મેગાસ્ટાર  અમિતાભ બચ્ચને આ વિડીયો પર કાયદાકીય કાર્યવાહી ની માંગ કરી છે. ત્યારબાદ રશ્મિકા એ બિગ બી નો આભાર માન્યો હતો. 

Join Our WhatsApp Community

 

રશ્મિકા ના સમર્થન માં આવ્યા અમિતાભ બચ્ચન

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રશ્મિકા મંદન્ના ના AI ડીપફેક વીડિયો પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરતા વીડિયોને રીટ્વીટ કરતા લખ્યું, “હા, આ કાયદાકીય રીતે મજબૂત કેસ છે.” આ ટ્વીટ પર રશ્મિકા એ બિગ બી નો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ‘મારા માટે ઉભા રહેવા માટે આભાર સર, હું તમારા જેવા નેતા સાથે દેશમાં સુરક્ષિત અનુભવું છું.’


તમને જણાવી દઈએ કે, વાયરલ વિડિયો મૂળ બ્રિટિશ-ભારતીય ઈન્સ્ટાગ્રામ યુઝર ઝારા પટેલનો છે, આ વિડીયો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ આ વિડીયો ને AI ની મદદ થી તેના પર રશ્મિકા નો ચહેરો લગાવવામાં આવ્યો હતો 

આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ના બોલ્ડ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર સનસનાટી,જાણો શું છે વિડીયો ની હકીકત

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version