Site icon

ફરી એક વખત ઈન્ટરનેટ પર અમિતાભ બચ્ચનના મૃત્યુ ના સમાચાર થયા વહેતા, આ પોસ્ટર જોઈને ચાહકો રડી પડ્યા; જાણો શું છે હકીકત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનનું એક પોસ્ટર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમનું મૃત્યુ થઈ ગયું છે. કુટિલ ચાહકે બનાવેલા આ ખોટા પોસ્ટરને જોઈને ચાહકો ચિંતામાં પડી ગયા છે અને ટ્વિટર પર બિગ બીને ટેગ કરીને સતત પોસ્ટ લખી રહ્યા છે.ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વિશે ફેલાતી આ અફવા કરોડો લોકોને ચિંતામાં મૂકી રહી છે કારણ કે દરેક જણ તેમને ખૂબ પ્રેમ કરે છે. આ પોસ્ટરમાં સલમાન ખાનને પણ રડતો દેખાડવામાં આવ્યો છે, જેના કારણે ભોળા ચાહકો માનવા માટે મજબૂર થઈ ગયા છે, પરંતુ એક ન્યૂઝ પોર્ટલ ની ટીમને મળેલા રિપોર્ટ અનુસાર આ પોસ્ટર અને તેમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે પાયાવિહોણી છે. ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન બિલકુલ ઠીક છે.

 

વાયરલ થયેલા  આ  પોસ્ટરમાં અમિતાભ બચ્ચનના મૃત્યુનું કારણ કોરોના વાયરસ જણાવવામાં આવ્યું છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન હવે નથી રહ્યા કારણ કે તેઓ કોરોના ની ઝપેટ માં આવી ગયા છે . જોકે તે સાચું નથી. અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ચોક્કસપણે તેની ઝપેટ માં આવ્યો હતો, પરંતુ તે પછી બચ્ચન પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. બિગ બી અને તેમનો પરિવાર સતત કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : હંમેશા ફિટિંગ વાળા આઉટફીટ પહેરવા વાળી બિપાશા બાસુ પતિ સાથે ઢીલા-ઢાલા કપડાં માં આવી નજર, સોશિયલ મીડિયા યુઝર્સે લગાવ્યો આ કયાસ

અમિતાભ બચ્ચનની ફિલ્મ  ‘ઝુંડ’ ગયા સપ્તાહે જ રિલીઝ થઇ હતી અને તે  સતત સારી કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર ગયા સપ્તાહમાં રિલીઝ થયેલી ઝુંડ ફિલ્મે માત્ર 5 દિવસમાં 7 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મની કમાણીથી મેકર્સ ઘણા ખુશ છે. અભિનેતા ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ની બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાની તૈયારી માં છે જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. 

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version