Site icon

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન માટે ભાવુક ક્ષણ: પૌત્ર અગસ્ત્યની ફિલ્મ ‘ઇક્કીસ’ જોઈ બિગ-બીની આંખો ભરાઈ આવી, ફેન્સ સાથે શેર કરી દિલની વાત

Amitabh Bachchan: ૧ જાન્યુઆરીએ રિલીઝ થશે શહીદ અરુણ ખેત્રપાલની બાયોપિક; બિગ બીએ અગસ્ત્યના જન્મથી લઈને અભિનેતા બનવા સુધીની યાદો તાજી કરી.

Amitabh Bachchan emotional after watching grandson Agastya Nanda’s film 'Ikkis

Amitabh Bachchan emotional after watching grandson Agastya Nanda’s film 'Ikkis

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: મુંબઈમાં ફિલ્મ ‘ઇક્કીસ’ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં અમિતાભ બચ્ચન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ જોયા બાદ બિગ બીએ અગસ્ત્યની એક્ટિંગના મન મૂકીને વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે અગસ્ત્યની મેચ્યોરિટી અને પાત્ર પ્રત્યેની પ્રામાણિકતા અદભૂત છે. આ ફિલ્મમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્ર પણ મહત્વની ભૂમિકામાં છે, જે તેમની છેલ્લી ફિલ્મ હોવાનું મનાય છે.અમિતાભ બચ્ચને બ્લોગમાં પૌત્ર સાથેની જૂની યાદો વાગોળતા લખ્યું કે, “લાગણીઓ વહી રહી છે… આજે જ્યારે અગસ્ત્યને સ્ક્રીન પર ચમકતા જોયો ત્યારે જૂના દિવસો યાદ આવી ગયા.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama Spoiler: અનુપમા અને પ્રેમ પર મંડરાશે નવું સંકટ: પ્રેરણાના આગમનથી રાહીના તમામ સંબંધોમાં પડશે તિરાડ, શું અનુપમા બચાવી શકશે પોતાનો પરિવાર?

જન્મથી લઈને એક્ટર બનવા સુધીની સફર

બિગ બીએ લખ્યું કે, “મને એ ક્ષણ યાદ છે જ્યારે શ્વેતાને હોસ્પિટલ લઈ ગયા હતા અને અગસ્ત્યનો જન્મ થયો હતો. તેને પહેલીવાર ખોળામાં લીધો અને અમે તેની આંખોના રંગ વિશે ચર્ચા કરતા હતા. તે મોટો થયો, મારી દાઢી સાથે રમતો હતો અને પછી તેણે એક્ટર બનવાનો નિર્ણય લીધો. આજે તેને ૨૧ વર્ષના બહાદુર સૈનિક અરુણ ખેત્રપાલના રોલમાં જોઈને ગર્વ અનુભવાય છે. તે દરેક શોટમાં પરફેક્ટ હતો.”અમિતાભે સ્પષ્ટતા કરતા લખ્યું કે તેઓ આ રિવ્યૂ માત્ર એક દાદા તરીકે નથી આપી રહ્યા, પરંતુ એક સિનેમા પ્રેમી તરીકે આપી રહ્યા છે. તેમણે લખ્યું, “અગસ્ત્યએ પાત્રમાં કોઈ બનાવટીપણું નથી રાખ્યું. ૧૯૭૧ના યુદ્ધમાં અરુણ ખેત્રપાલની જે બહાદુરી હતી, તે અગસ્ત્યના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે તે સ્ક્રીન પર આવે છે ત્યારે તમે માત્ર તેને જ જુઓ છો.”


આ ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલની બાયોપિક છે, જેઓ માત્ર ૨૧ વર્ષની ઉંમરે બસંતરના યુદ્ધમાં શહીદ થયા હતા. શ્રીરામ રાઘવનના નિર્દેશનની પ્રશંસા કરતા બિગ બીએ કહ્યું કે આ ફિલ્મ અંતમાં તમને ઈમોશનલ કરી દે છે અને દેશ પ્રત્યે ગર્વની લાગણી જગાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Box Office Day 3: શાહિદ અને તૃપ્તિની ફ્રેશ જોડીએ મચાવી ધૂમ! ‘ઓ રોમિયો’ એ રાણી મુખર્જીની ‘મર્દાની 3’ ને પણ પાછળ છોડી; જાણો પહેલા વીકેન્ડનું કલેક્શન
Ranveer Singh Dhurandhar OTT : નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ નો વર્લ્ડ રેકોર્ડ, ૧૧ દેશોમાં ટોપ ટ્રેન્ડિંગમાં રહી રણવીર સિંહે રચ્યો નવો કીર્તિમાન
Rehman Dakait Casting: અક્ષય ખન્ના નહીં પણ આ સુપરસ્ટાર બનવાનો હતો ‘રહેમાન ડકૈત’! જાણો શું છે હકીકત
Yash Toxic Release Postponed: ટોક્સિક VS ધુરંધર 2: શું ટળી જશે બોક્સ ઓફિસ પરનો આ મહાસંગ્રામ? જાણો કેમ યશની ફિલ્મ પોસ્ટપોન થવાની છે પૂરેપૂરી શક્યતા
Exit mobile version