Site icon News Continuous Bureau | Mumbai

સદીના મહાનાયક મૂંઝવણમાં; પિતા દિગ્ગજ કવિ હરિવંશ રાય બચ્ચનની ગુમ થયેલી હસ્તપ્રતો પર અમિતાભ બચ્ચને ‘ભારે ગુસ્સો’ વ્યક્ત કર્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોનાકાળ વચ્ચે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એક નવી મૂંઝવણમાં મુકાયા છે. નવા આવાસમાં સ્થળાંતર કર્યા પછી તે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની મૂળ હસ્તપ્રતો શોધી શક્યા નથી. એથી મહાનાયક પોતાના પર જ બહુ ગુસ્સે થયા છે.

અમિતાભ બચ્ચન વારંવાર તેમના બ્લૉગ પેજ પર પોતાના મનની વાતો લખે છે. તાજેતરમાં જ બિગ બીએ તેમના પિતા અને સુપ્રસિદ્ધ કવિ હરિવંશ રાય બચ્ચનની ગુમ થયેલી હસ્તપ્રતો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મહાનાયક અમિતાભ બચ્ચને બ્લૉગના માધ્યમથી જણાવ્યું હતું કે “મને આત્યંતિક ક્રોધ છે કે પિતાની તમામ હસ્તપ્રતો રહેઠાણમાં થયેલા ફેરફારોને કારણે હજી સુધી મળી નથી.”

મેદાને પડી આ અભિનેત્રી, 5જી નેટવર્ક સામે બાંયો ચઢાવી કોર્ટે ગઈ. જાણો કોણ છે સુપરસ્ટાર. અને શું છે તકલીફ

બિગ બીએ વધુમાં લખ્યું છે કે “જ્યારે હું તેમની આત્મકથાનાં પાનાં પર નજર કરું છું ત્યારે મને આ હસ્તપ્રતોનો સંદર્ભ મળે છે અને એ હવે ક્યાં છે એ હું જાણતો નથી.” બચ્ચને ઉમેર્યું હતું કે "એક દુર્ઘટના, અત્યારે પણ ઘણીવાર જે ઘટનાઓ મને યાદ આવે છે તે ઘટનોઓનો સમયગાળો મને ખ્યાલ નથી હોતો, અને એ ખૂબ જ ખલેલ પહોંચાડે છે. આ એક બેદરકારીનું લક્ષણ છે.”

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version