Site icon

Amitabh Bachchan  : જાણો કેમ ઐશ્વર્યા રાયને ઘર માં જોઈને ખુશ થઈ જાય છે અમિતાભ બચ્ચન? જયા બચ્ચને જણાવ્યું આ પાછળ નું કારણ

બોલિવૂડ નું પાવર કપલ ગણાતા ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. ઐશ્વર્યાને આદર્શ પુત્રવધૂ કહેવામાં આવે છે. જયા અને અમિતાભ બચ્ચન તેના ખૂબ વખાણ કરે છે.

amitabh bachchan gets happy seeing aishwarya rai at home

amitabh bachchan gets happy seeing aishwarya rai at home

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan : ઐશ્વર્યા રાય પોતાની રીતે એક મોટું નામ હોવા ઉપરાંત બચ્ચન પરિવારની વહુ તરીકે પણ ઓળખાય છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બી-ટાઉનના પાવર કપલ્સમાંથી એક છે. જેણે માત્ર પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ઘણી ખ્યાતિ મેળવી છે. લગ્ન પછી બંને બે બાળકો શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચનના માતા-પિતા બન્યા. તે બંને સાથે ખૂબ જ ઊંડો બોન્ડ શેર કરે છે. આનો પુરાવો ઘણીવાર તેના પરિવારના ફોટામાં જોવા મળે છે. એક ઈન્ટરવ્યુમાં જયાએ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા વિશે વાત કરી હતી તેણે જણાવ્યું કે તે કેવી રીતે ઐશ્વર્યાને પ્રેમ કરે છે અને અમિતાભ તેને શ્વેતાની જેમ જ પ્રેમ કરે છે.

Join Our WhatsApp Community

જયા બચ્ચને કરી વહુ ઐશ્વર્યા વિશે વાત

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયા બચ્ચને પોતાના જીવનની એક સુંદર વાત શેર કરી હતી. તેણે કહ્યું કે, ‘જ્યારે તેમની પુત્રી શ્વેતા બચ્ચનના લગ્ન થયા ત્યારે અમિતાભ બચ્ચનના જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો અને જ્યારે ઐશ્વર્યા રાય પુત્રવધૂ તરીકે તેમના ઘરે આવી ત્યારે તે ખાલીપો ભરાઈ ગયો હતો. જ્યારે પણ અમિતજી તેને જુએ છે, ત્યારે તેઓ ખુશ થઈ જાય છે.” આ સાથે જ પોતાના પતિ અમિતાભ બચ્ચન વિશે વાત કરતા જયાએ કહ્યું કે જ્યારે પણ તે પોતાની વહુ ઐશ્વર્યાને ઘરમાં જોતા ત્યારે તેની આંખો ચમકી જતી. જાણે તે શ્વેતાને ઘરે આવતી જોઈ રહ્યો હોય. શ્વેતાના જવાથી ખાલી થયેલી જગ્યા ઐશ્વર્યાએ ભરી દીધી છે. અમે ક્યારેય એડજસ્ટ કરી શક્યા નથી કે શ્વેતા પરિવારમાં નથી, તે બહારની છે અને તે બચ્ચન નથી. તે ખૂબ જ મુશ્કેલ છે.’

આ સમાચાર પણ વાંચો: Nainital News: કપટી પ્રેમ…હત્યા માટે જેરી સાપને બનાવ્યુ હથિયાર.. ક્રાઈમ પેટ્રોલથી પ્રભાવિત મર્ડર મિસ્ટ્રી

જયા બચ્ચને કર્યા ઐશ્વર્યા ના વખાણ

જયાએ કહ્યું હતું કે તે ઐશ્વર્યાને ખૂબ પ્રેમ કરે છે. “તે ખૂબ જ પ્રેમાળ છે, હું તેને પ્રેમ કરું છું. તે પોતે ઈન્ડસ્ટ્રીમાં એક મોટી સ્ટાર છે, તેમ છતાં તે પોતાના પરિવારને ઘણું મહત્વ આપે છે અને તે એક મજબૂત મહિલા છે.” જયાએ તે પણ કહ્યું હતું કે તે તેના અને ઐશ્વર્યા વચ્ચેના મતભેદોને દૂર કરવા શું કરે છે. જયાએ ખુલાસો કર્યો કે તે ઐશ્વર્યાની પીઠ પાછળ રાજનીતિ નથી કરતી. જયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તે મારી ફ્રેન્ડ છે, જો મને તેના વિશે કંઈ ન ગમતું હોય તો હું તેના ચહેરા પર બોલું છું. જો તેણી કંઈક સાથે અસંમત હોય, તો તેણી મને કહે છે. તફાવત માત્ર એટલો જ છે કે હું થોડી વધુ નાટકીય બની શકું છું અને તેણે વધુ આદરભાવ રાખવો પડશે.”

Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો
TRP List: ‘અનુપમા’ ફરીથી ટોચ પર, ‘યે રિશ્તા…’ ની રેન્ક ઘટી,આ શો એ મચાવી ધમાલ, જાણો TRPમાં કઈ સિરિયલ એ મારી બાજી
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીનો લેટેસ્ટ લુક જોઈને ચોંકી જશે રણવીર સિંહ, અભિનેતા નો અતરંગી લુક જોઈને ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા
Vijay Deverakonda-Rashmika Mandanna: અભિનંદન! વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના ની ગુપ્ત રીતે થઈ ગઈ સગાઈ! આ દિવસે કરશે લગ્ન, અભિનેત્રી ની એક પોસ્ટ એ કર્યું ચર્ચા નું બજાર ગરમ
Exit mobile version