Site icon

અમિતાભ બચ્ચને આ ખાસ વ્યક્તિને ગિફ્ટ કર્યું ‘શહેનશાહ’ નું સ્પેશિયલ જેકેટ, બિગ બી એ કર્યો ખુલાસો

શહેનશાહ 1988માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી,. તે સમયગાળામાં અમિતાભનું જેકેટ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

amitabh bachchan gifts his shahenshah jacket to his friend

અમિતાભ બચ્ચને આ ખાસ વ્યક્તિને ગિફ્ટ કર્યું 'શહેનશાહ' નું સ્પેશિયલ જેકેટ, બિગ બી એ કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

શહેનશાહ ફિલ્મનું એ જેકેટ યાદ છે? 1988ની આ ફિલ્મમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને સ્ટીલ આર્મ્સ સાથે બ્લેક જેકેટ પહેર્યું હતું. હવે અમિતાભ બચ્ચને પોતે જ ખુલાસો કર્યો છે કે જેકેટ ક્યાં છે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેણે તે જેકેટ સાઉદી અરેબિયામાં પોતાના એક ખાસ મિત્રને ગિફ્ટ કર્યું હતું. 

Join Our WhatsApp Community

 

અમિતાભ બચ્ચને ફ્રેન્ડ નો માન્યો આભાર 

અમિતાભ બચ્ચને જેકેટ મળવા પર તેમના મિત્ર દ્વારા શેર કરેલી આભારની નોંધને રીટ્વીટ કરી. જેમાં લખ્યું હતું, ‘અમિતાભ બચ્ચન, મનોરંજનની દુનિયાના મહાન અને શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, તમે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે સન્માન છો. તમે મોકલેલી ભેટ બદલ આભાર. તે ઘણું મહત્વનું છે.’ ટ્વીટ સાથે સાઉદી અરેબિયા અને ભારતના ધ્વજની નિશાની જોવા મળી હતી.આ ટ્વિટના જવાબમાં બિગ બીએ લખ્યું, ‘મારા સૌથી પ્રિય અને સૌથી ખાસ મિત્ર… હું ખૂબ જ સન્માનિત છું કે તમને મારી ફિલ્મ શહેનશાહમાં પહેરવામાં આવેલા સ્ટીલ આર્મ જેકેટ ની ભેટ મળી છે. કોઈ દિવસ હું તમને કહીશ કે મેં તે કેવી રીતે હાંસલ કર્યું…મારી તરફથી તમને ઘણો પ્રેમ.”

ફિલ્મ શહેનશાહ માં ભજવી હતી આ ભૂમિકા 

અમિતાભ બચ્ચને શહેનશાહ ફિલ્મમાં વિજય કુમાર શ્રીવાસ્તવની ભૂમિકા ભજવી હતી. વિજય કુમાર દિવસે ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે અને રાત્રે અન્યાય સામે લડે છે. આ ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રી, પ્રાણ, અરુણા ઈરાની, પ્રેમ ચોપરા, અમરીશ પુરી, કાદર ખાન, સુપ્રિયા પાઠક અને અવતાર ગિલ પણ જોવા મળ્યા હતા.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version