News Continuous Bureau | Mumbai
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમની પૌત્રી(Grand Daughter) આરાધ્યા બચ્ચનને (Aaradhya Bachchan) ખૂબ પ્રેમ કરે છે. તે તેના શો કૌન બનેગા કરોડપતિમાં(KBC)(Kaun Banega Crorepati) ઘણી વખત પૌત્રી આરાધ્યા વિશે વાત કરે છે. હાલમાં જ શોમાં ફરી બિગ બીએ(Big B) આરાધ્યા વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે આરાધ્યા ગુસ્સામાં હોય છે તો તે તેને કેવી રીતે સમજાવે છે. વાસ્તવમાં, શોમાં સ્પર્ધકો સાથે વાત કરતી વખતે, અમિતાભ બચ્ચને કહ્યું કે કેવી રીતે કામમાં વ્યસ્ત થયા પછી, તેઓ સમય કાઢીને આરાધ્યા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ સિવાય અભિનેતાએ એ પણ જણાવ્યું કે જ્યારે આરાધ્યા ગુસ્સે થાય છે ત્યારે તે કેવી રીતે તેને મનાવે છે.
બિગ બીએ કહ્યું, 'હું તેની સાથે વધુ સમય વિતાવી શકતો નથી કારણ કે હું સવારે 7-7.30 વાગ્યે મારા કામ માટે નીકળી જાઉં છું અને આરાધ્યા 8 વાગ્યે સ્કૂલ માટે નીકળી જાય છે. તે સ્કૂલ થી પરત બપોરે 3-4 વાગ્યે આવે છે. આ પછી તે પોતાનું હોમવર્ક કરે છે જેમાં તે વ્યસ્ત રહે છે. તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન તેને મદદ કરે છે. હું રાત્રે 10-11 વાગ્યે ઘરે આવું છું અને ત્યાં સુધીમાં તે સૂઈ જાય છે.'તે ટેક્નોલોજીને આભારી છે કે અમે ફેસ ટાઈમ દ્વારા જોડાયેલા રહીએ છીએ. રવિવારે જ્યારે તે ફ્રી હોય છે અને મને સમય મળે છે, ત્યારે હું તેની સાથે સમય પસાર કરું છું. ક્યારેક તે મારાથી ગુસ્સે અને નારાજ થઈ જાય છે. તેનો પ્રિય રંગ ગુલાબી છે અને તેને હેર બેન્ડ અને ક્લિપ્સ પસંદ છે. તેથી જ્યારે તે નારાજ થાય છે, ત્યારે હું તેને ગુલાબી હેર બેન્ડ ગિફ્ટ કરું છું અને તે ખુશ થઈ જાય છે.’
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી ને જ્યારે એક વ્યક્તિએ એક રાતની કિંમત પૂછી ત્યારે મુનમુન દત્તાએ આપ્યો તેનો આ રીતે જવાબ
તમને જાણવી દઈએ કે,આ દિવસોમાં અમિતાભ બચ્ચન ક્વિઝ રિયાલિટી શો(Quiz reality show) 'કૌન બનેગા કરોડપતિ 14')KBC season 14) હોસ્ટ કરી રહ્યા છે. બિગ બી શોમાં તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવતા રહે છે.
