Site icon News Continuous Bureau | Mumbai

ગુસ્સે થયેલી પૌત્રી આરાધ્યા ને કંઈક આવી રીતે મનાવે છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન-અભિનેતા એ પોતે જ કર્યો ખુલાસો 

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમની પૌત્રી(Grand Daughter)  આરાધ્યા બચ્ચનને (Aaradhya Bachchan) ખૂબ પ્રેમ કરે છે. તે તેના શો કૌન બનેગા કરોડપતિમાં(KBC)(Kaun Banega Crorepati) ઘણી વખત પૌત્રી આરાધ્યા વિશે વાત કરે છે. હાલમાં જ શોમાં ફરી બિગ બીએ(Big B) આરાધ્યા વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે આરાધ્યા ગુસ્સામાં હોય છે તો તે તેને કેવી રીતે સમજાવે છે. વાસ્તવમાં, શોમાં સ્પર્ધકો સાથે વાત કરતી વખતે, અમિતાભ બચ્ચને કહ્યું કે કેવી રીતે કામમાં વ્યસ્ત થયા પછી, તેઓ સમય કાઢીને આરાધ્યા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ સિવાય અભિનેતાએ એ પણ જણાવ્યું કે જ્યારે આરાધ્યા ગુસ્સે થાય છે ત્યારે તે કેવી રીતે તેને મનાવે છે.

Join Our WhatsApp Channel

બિગ બીએ કહ્યું, 'હું તેની સાથે વધુ સમય વિતાવી શકતો નથી કારણ કે હું સવારે 7-7.30 વાગ્યે મારા કામ માટે નીકળી જાઉં છું અને આરાધ્યા 8 વાગ્યે સ્કૂલ માટે નીકળી જાય છે. તે સ્કૂલ થી પરત બપોરે 3-4 વાગ્યે આવે છે. આ પછી તે પોતાનું હોમવર્ક કરે છે જેમાં તે વ્યસ્ત રહે છે. તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન તેને મદદ કરે છે. હું રાત્રે 10-11 વાગ્યે ઘરે આવું છું અને ત્યાં સુધીમાં તે સૂઈ જાય છે.'તે ટેક્નોલોજીને આભારી છે કે અમે ફેસ ટાઈમ દ્વારા જોડાયેલા રહીએ છીએ. રવિવારે જ્યારે તે ફ્રી હોય છે અને મને સમય મળે છે, ત્યારે હું તેની સાથે સમય પસાર કરું છું. ક્યારેક તે મારાથી ગુસ્સે અને નારાજ થઈ જાય છે. તેનો પ્રિય રંગ ગુલાબી છે અને તેને હેર બેન્ડ અને ક્લિપ્સ પસંદ છે. તેથી જ્યારે તે નારાજ થાય છે, ત્યારે હું તેને ગુલાબી હેર બેન્ડ ગિફ્ટ કરું છું અને તે ખુશ થઈ જાય છે.’

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી ને જ્યારે એક વ્યક્તિએ એક રાતની કિંમત પૂછી ત્યારે મુનમુન દત્તાએ આપ્યો તેનો આ રીતે જવાબ 

તમને જાણવી દઈએ કે,આ દિવસોમાં અમિતાભ બચ્ચન ક્વિઝ રિયાલિટી શો(Quiz reality show) 'કૌન બનેગા કરોડપતિ 14')KBC season 14) હોસ્ટ કરી રહ્યા છે. બિગ બી શોમાં તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવતા રહે છે.

 

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version