Site icon

અભિષેક બચ્ચને પિતા વિશે વાત કરતા યાદ કર્યા બાળપણ ના દિવસો, પુત્ર થી નારાજ અમિતાભ બચ્ચને આપ્યો ઠપકો;જાણો શું હતું કારણ

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને પોતપોતાની ફિલ્મો માટે હેડલાઇન્સમાં છે. ફિલ્મ 'ઝુંડ'માં અમિતાભ સ્પોર્ટ્સ ટીચર તરીકે જોવા મળ્યા હતા. હવે તે રનવેમાં જોવા મળવાના છે. તે જ સમયે, અભિષેક બચ્ચન ફિલ્મ 'દસવી'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ અભિષેકે તેના પિતા વિશે વાત કરતા તેના બાળપણના દિવસોને યાદ કર્યા હતા.અભિનેતાએ જણાવ્યું કે જ્યારે તે અભ્યાસ માટે સ્વિટ્ઝર્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં ગયો હતો ત્યારે ઘણીવાર તેના ગ્રેડ તેના પિતાથી છુપાવતો હતો. તેણે જણાવ્યું કે જ્યારે તેને પરીક્ષામાં ખરાબ માર્કસ આવતા હતા ત્યારે તે પિતાની ઠપકા ના ડરથી રિપોર્ટ કાર્ડ છુપાવી દેતો હતો. તેણે કહ્યું કે અમિતાભ બચ્ચને એક વખત તેમનું રિપોર્ટ કાર્ડ માંગ્યું હતું, જ્યારે અભિષેકે તેમના પરિણામોને તેમનાથી દૂર રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

Join Our WhatsApp Community

અભિષેકે કહ્યું, “હું પોસ્ટમેનની રાહ જોતો હતો અને વિચારતો હતો કે રિપોર્ટ કાર્ડ મળતાં જ હું તેને છુપાવી દઈશ. જ્યાં સુધી હું સ્વિટ્ઝરલેન્ડ પાછો ન જાઉં ત્યાં સુધી હું તેને છુપાવીશ. પણ એક દિવસ ઘરના ઇન્ટરકોમમાં પાપાનો ફોન આવ્યો. તેમની  પાસે મારું રિપોર્ટ કાર્ડ હતું અને તેઓ તેમના સ્ટડી રૂમ માં બેસીને મોટેથી વાંચી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે તેમને મારું રિપોર્ટ કાર્ડ કેવી રીતે મળ્યું? શું તેઓએ પોસ્ટમેનને લાંચ આપી હશે? શું તે મારી થી પહેલાં જાગી ગયા હશે? વાસ્તવમાં, એક ઇન્ટરવ્યુમાં, અભિનેતાને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે તે ખરાબ ગ્રેડ મેળવતો હતો, ત્યારે તેને ઠપકો આપવામાં આવ્યો હતો? જેના પર અભિનેતાએ કહ્યું, "મારી વાટ તો ના લાગી, પરંતુ મને  બેસીને સમજાવવામાં આવ્યું કે જુઓ પુત્ર, અમે આટલો સંઘર્ષ કરીને પૈસા કમાઈએ છીએ, અમે સખત મહેનત કરીને તને ભણાવીએ ગણાવીએ છીએ. તેનો અર્થ એ નથી કે તમે ત્યાં મજા કરો. તમારે જવાબદાર બનવું પડશે."

આ સમાચાર પણ વાંચો : નાનાજી ની ઈચ્છા પૂરી કરવા આ દિવસે કરશે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન, વેડિંગ ડેટ આવી સામે; જાણો વિગત

અભિનેતાએ આગળ કહ્યું, “મારા પિતાએ ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નથી, ન તો મોટા અવાજમાં બોલ્યા છે. અને તેની ક્યારેય જરૂર નહોતી. તે આરામથી બોલતા અને આખું ઘર સમજી જતું. અભિષેકે કહ્યું કે તેની માતા એટલે કે જયા બચ્ચને તેને ઘણી વખત મારવાની કોશિશ કરી, પરંતુ તે ચપળ હોવાથી તેની માતા ના હાથ ક્યારેય લાગ્યો નથી. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન ની ફિલ્મ ‘દસવી’ 7 એપ્રિલે ઓટ્ટ પર રિલીઝ થઇ રહી છે.

Krrish 4: ક્રિશ 4 ને લઈને રાકેશ રોશને કર્યો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે રિતિક રોશન ની ફિલ્મ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં વધશે પરી ની મુશ્કેલી, શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી
Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત
‘The Bads of Bollywood’ Trailer: ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ માં જોવા મળી બોલીવૂડના ચમકતા ચહેરાઓની ઝલક
Exit mobile version