Site icon

અમિતાભ બચ્ચનની પૌત્રી ને નથી મળી રહ્યું ફિલ્મોમાં કામ! નવ્યા નવેલી નંદા એ એક્ટિંગ કરિયર ને લઈને કર્યો ખુલાસો

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી એ ભલે બોલિવૂડમાં પદાર્પણ કર્યું ન હોય પરંતુ ફેન ફોલોઈંગ ની બાબતમાં તે મોટા સ્ટાર્સને પણ ટક્કર આપે છે. આ દરમિયાન નવ્યાએ તેના બોલિવૂડ ડેબ્યૂ વિશે ખુલાસો કર્યો છે.

amitabh bachchan grand daughter say about her bollywood debut

અમિતાભ બચ્ચનની પૌત્રી ને નથી મળી રહ્યું ફિલ્મોમાં કામ! નવ્યા નવેલી નંદા એ એક્ટિંગ કરિયર ને લઈને કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ના બોલિવૂડ ડેબ્યૂ વિશે હંમેશા ચર્ચા થતી રહે છે. નવ્યા નવેલી ની ગણના સ્ટાર કિડ્સ માં થાય છે જેની પાસે કોઈ ફિલ્મ નથી. નવ્યા નવેલી નંદા એ પહેલીવાર ખુલાસો કર્યો છે કે તે ક્યારે ડેબ્યૂ કરશે. નવ્યાએ તેના ડેબ્યુ અંગે જે જવાબ આપ્યો છે તે તેના ઘણા ચાહકો ને પણ નિરાશ કરી શકે છે.

Join Our WhatsApp Community

 

 નવ્યા નવેલી નંદા એ ઇન્ટરવ્યુ માં કહી આવી વાત

નવ્યા નવેલી એ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વિશે વાત કરી છે. નવ્યા નવેલી ને તેના બોલિવૂડ ડેબ્યૂ વિશે પૂછવામાં આવ્યું હતું.આના જવાબમાં નવ્યા એ કહ્યું કે મને ખબર નથી કેમ લોકો ને એવું લાગે છે કે મને ઘણી ફિલ્મો ની ઓફર થઈ હશે. નવ્યા એ ખુલાસો કર્યો કે તેને હજુ સુધી કોઈ પણ ફિલ્મની ઓફર મળી નથી. આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક છે. નવ્યા નવેલી એ તેની ફિલ્મી ઈનિંગ્સ વિશે વધુમાં કહ્યું કે ઈમાનદારીથી કહું તો હું એક્ટિંગમાં સારી નથી. મારા મતે, આપણે એવું કામ ન કરવું જોઈએ જેમાં તમે 100% ના આપી શકતા હોવ. મારા માટે, અભિનય એવી વસ્તુ નથી જેના વિશે હું ઉત્સાહી હોઉં. મારા મતે હું એવું કામ કરું છું જે મને કરવાનું ગમે છે. નોંધપાત્ર રીતે, નવ્યા નવેલી નંદા બચ્ચન પરિવાર પ્રિય છે. તે તેના પારિવારિક વ્યવસાયને સંભાળી રહી છે. 

 

નવ્યા નું અંગત જીવન   

નવ્યા એક હેલ્થ કેર પ્લેટફોર્મના સ્થાપક પણ છે. નવ્યા ની ગણતરી સુંદર અને બોલ્ડ સ્ટાર કિડ્સ માં થાય છે. નવ્યા નવેલી ખૂબ જ ગ્લેમરસ છે અને તે દર વખતે તેના કેઝ્યુઅલ લુક થી ઈન્ટરનેટ પર પ્રભુત્વ જમાવે છે. નવ્યા થોડા સમય પહેલા તેની માતા શ્વેતા બચ્ચન સાથે કેબીસીના સ્ટેજ પર નાના અમિતાભ બચ્ચન ને સરપ્રાઈઝ કરવા આવી હતી. નવ્યા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેના અંગત જીવનની ઘણી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version