Site icon

Amitabh bachchan: અમિતાભ બચ્ચને આ વચન પાળવા માં કરી ચૂક, વહુ ઐશ્વર્યા રાય સાથે છે આ વાત નું કનેક્શન

Amitabh bachchan: અમિતાભ બચ્ચને તેના દીકરા અભિષેક બચ્ચન ના લગ્ન ઐશ્વર્યા રાય સાથે કરાવ્યા હતા.લગ્ન બાદ અમિતાભ બચ્ચન એ વહુ ઐશ્વર્યા ના નામ પર કોલેજ બનાવવાનું વચન આપ્યું હતું જે હજુ સુધી પૂરું થયું નથી.

amitabh bachchan promised a college aishwarya name in daulatpur

amitabh bachchan promised a college aishwarya name in daulatpur

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ કલ્કિ 2898 એડી ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેમના વિશે એક સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચને તેના દીકરા અભિષેક બચ્ચન ના લગ્ન ઐશ્વર્યા રાય સાથે કરાવ્યા હતા.લગ્ન બાદ અમિતાભ બચ્ચન એ વહુ ઐશ્વર્યા ના નામ પર કોલેજ બનાવવાનું વચન આપ્યું હતું જે હજુ સુધી પૂરું થયું નથી. તો ચાલો જાણીયે સમગ્ર મામલો 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Kalki 2898 ad: કલ્કિ 2898 એડી પર થયો પૈસા નો વરસાદ,માત્ર ચાર જ દિવસ માં કર્યું અધધ આટલું જંગી કલેક્શન

અમિતાભ બચ્ચને ઐશ્વર્યા ના નામ પર કોલેજ નું આપ્યું હતું વચન 

વર્ષ 2008માં, અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના બારાબંકીના દૌલતપુર ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં તેમને તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન ના નામે ડિગ્રી કોલેજનો શિલાન્યાસ કર્યો. આ સમયે અમિતાભ ની સાથે  અભિષેક બચ્ચન, જયા બચ્ચન અને ઐશ્વર્યા પણ હતા.ત્યારબાદ વર્ષ 2012 માં, કોલેજનું નામ બદલીને ‘ઐશ્વર્યા બચ્ચન ગર્લ્સ ઇન્ટર કોલેજ’ કરવામાં આવ્યું હતું, જે ઉચ્ચ માધ્યમિક વિદ્યાર્થિનીઓ માટે છે. બિગ બીએ કોલેજને બિલ્ડિંગના નિર્માણ માટે 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચને કોલેજના નિર્માણની જવાબદારી ‘નિષ્ઠા ફાઉન્ડેશન’ને આપી હતી, જેના પ્રમુખ જયા બચ્ચન છે. જો કે, ‘નિષ્ઠા ફાઉન્ડેશન’ એ કૉલેજનું નિર્માણ કર્યું ન હતું અને પાછળથી તેનો દોષ અમિતાભ બચ્ચનની સેવા સંસ્થાન પર મૂક્યો હતો. ગ્રામજનોએ એક દાયકાથી વધુ સમય સુધી કોલેજ બનવાની રાહ જોઈ, પરંતુ જમીન પર એક ઈંટ પણ નાંખવામાં આવી ન હતી.


પ્રોજેક્ટ શરૂ થવાની નિરર્થક રાહ જોયા પછી, ગામના શિક્ષક ના પિતાએ કોલેજ બનાવવા માટે 10,000 ચોરસ મીટરથી વધુ જમીન દાનમાં આપી. જ્યારે બિગ બીની સંસ્થાએ કોલેજનું કામ બંધ કરી દીધું ત્યારે દૌલતપુરના લોકોએ તેના માટે પૈસા ભેગા કર્યા અને અમિતાભ બચ્ચનની કોલેજ જ્યાં બનવાની હતી તે પ્લોટની એકદમ નજીક એક કોલેજ બનાવી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon on Akshay Kumar: રવીના ટંડને અક્ષય કુમાર સાથેના સંબંધો પર આપ્યું મોટું નિવેદન, શિલ્પા શેટ્ટી સાથેની મુલાકાતો વિશે પણ કર્યો ખુલાસો
Vedang Raina and Naomika Saran: શું આ જોડી પડદા પર મચાવશે ધૂમ? આલિયાના ભાઈ સાથે રોમાન્સ કરશે સુપરસ્ટાર રાજેશ ખન્નાની દોહિત્રી; જાણો કઈ ફિલ્મ માટે હાથ મિલાવ્યા.
Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Exit mobile version