Site icon News Continuous Bureau | Mumbai

દેવીઓ અને સજ્જનો થઈ જાઓ તૈયાર, ‘કૌન બનેગા કરોડપતિ’નું સમયપત્રક બહાર પડ્યું; જાણો કેટલા વાગ્યે અને ક્યારે ટીવી પર આવશે KBC-13

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

દરેક વ્યક્તિ ટીવી ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. દરેક વ્યક્તિ આમાં પોતાનું નસીબ અજમાવે છે. એની પાછળનું કારણ માત્ર મોટી કમાણી જ નથી, પણ લોકો અમિતાભ બચ્ચનને નજીકથી મળવા માગે છે, તો દર્શકોની રાહ હવે પૂરી થઈ છે. 'કૌન બનેગા કરોડપતિ 13' સોની ટીવી પર 23 ઑગસ્ટથી પ્રસારિત થશે. KBC–13 અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝને એના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પ્રોમો શૅર કરીને આ તમામ માહિતી આપી છે.

વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’થી આવ્યો પ્રતીક ગાંધીના કરિયરમાં નવો વળાંક, આ મોટા પ્રોડક્શને પ્રતીકને સાઇન કર્યો તેની આગલી ફિલ્મમાં; જાણો વિગત

'કૌન બનેગા કરોડપતિ'નો નવો પ્રોમો અનોખી રીતે રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોનો જે ભાગ શૅર કરવામાં આવ્યો છે એ એનો ત્રીજો ભાગ છે. આને શૅર કરતાં, કેપ્શનમાં લખ્યું છે કે ભાગ એક અને બે પર જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર. હવે અમે તમારા માટે ભાગ ત્રીજાની સુંદર શ્રેણી શૅર કરી રહ્યા છીએ! ઉલ્લેખનીય છે કે KBC–13નો પ્રોમો ફિલ્મી ફૉર્મેટ જેવો બનાવવામાં આવ્યો છે. લાંબા ફૉર્મેટની ફિલ્મનો ખ્યાલ ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ લીધો છે. તે નિતેશ તિવારી દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. આ ફિલ્મનું શીર્ષક 'સમ્માન' છે.

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version