Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચને તેમના જન્મદિવસ પર ચાહકો ને આપ્યું સરપ્રાઇઝ, વાયરલ વિડીયો માં આ લોકો એ ખેંચ્યું ધ્યાન

Amitabh bachchan birthday: સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન આજે તેમનો 81 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે.મધ્યરાત્રિ એ અમિતાભ બચ્ચન ના ઘર ની બહાર ફેન્સ નો જમાવડો જોવા મળ્યો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચને બહાર આવી ને તેમના ચાહકો ને સરપ્રાઈઝ આપ્યું હતું.

amitabh bachchan surprised fans mid night on 81st birthday

amitabh bachchan surprised fans mid night on 81st birthday

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan birthday: સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2023 ના રોજ તેમનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન લગભગ પાંચ દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. બિગ બી એ 1969માં આવેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન તેમને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. અમિતાભ બચ્ચન 31 વર્ષથી સતત, દર રવિવારે અને તેમના જન્મદિવસ પર તેમના ચાહકોને મળે છે. આ વખતે પણ એવું જ જોવા મળ્યું. અમિતાભ બચ્ચન અડધી રાત્રે જ પોતાના ચાહકો પાસે પહોંચ્યા હતા.અને તેમના ચાહકો ને સરપ્રાઈઝ આપ્યું હતું

Join Our WhatsApp Channel

 

અમિતાભ બચ્ચને તેમના ફેન્સ ને આપ્યું સરપ્રાઈઝ 

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમના જન્મદિવસ પર તેમના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. તે અડધી રાત્રે જલસાના ગેટ પર આવી ને તેમના ચાહકો ને મળ્યા અને હંમેશની જેમ મંચ પર ખુલ્લા પગે ઊભા રહીને તેમણે તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન અમિતાભ બચ્ચન ફંકી લુક માં જોવા મળ્યા હતા.. તેમણે ટ્રેક સૂટ પહેર્યો હતો અને માથા પર કેપ હતી.હંમેશ ની જેમ તેમની સ્ટાઇલ જોરદાર હતી.


આ વીડિયોમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે અમિતાભની પાછળ જોવા મળેલી ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન અને નવ્યા નવેલી, જેઓ કેમેરાથી બચતા જોવા મળે છે. ત્રણેય છુપાઈને અમિતાભને જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન પોતાના આખા પરિવાર સાથે જલસામાં રહે છે. તે તેની નાતિન નવ્યા નવેલી નંદા અને પૌત્રી આરાધ્યાની ખૂબ નજીક છે.

આ  સમાચાર પણ વાંચો : Amitabh bachchan on KBC 15: સૌને હિંમત આપનાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ના મંચ પર થઇ ગયા ભાવુક, આંખમાં આવેલ આંસુ લૂછતાં કહી આ વાત

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version