Site icon

બિગ બી ને કેમ જવું પડ્યું હોસ્પિટલ, આખરે કયું ઓપરેશન થયું તેનો થયો મોટો ખુલાસો. જાણો વિગતે

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં જ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેમની તબિયત લથડી છે જેના કારણે તેમને સર્જરીમાંથી પસાર થવું પડ્યું. અભિનેતાની તબિયત લથડતાની સાથે જ ચાહકો ચોંકી ગયા અને લોકોએ વિવિધ પ્રકારની અટકળો શરૂ કરી દીધી હતી. પરંતુ હવે અમિતાભના મિત્રએ આ અટકળોનો અંત લાવી દીધો છે અને કહ્યું છે કે બિગ બી સાથે શું થયું છે, જેના કારણે તેમને સર્જરીમાંથી પસાર થવું પડ્યું.

લેટેસ્ટ અપડેટ મુજબ, અમિતાભની આંખમાં મોતિયાની ફરિયાદને કારણે એક નાની સર્જરી કરાવવી પડી હતી. બિગ બીના ખાસ મિત્રએ મનોરંજન પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ચિંતા કરવાની કંઈ વાત નથી, કંઈ મોટું નથી. તેમની આંખમાંથી મોતિયાને દૂર કરવા માટે લેઝર સર્જરી કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન સોમવારે સાંજ સુધીમાં હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે પરત ફરશે.

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દિકરી આલિયા કશ્યપ લાગે છે ખૂબ જ સુંદર, આપે છે બીજી બોલ્ડ હિરોઇન ને મ્હાત…જુઓ તેની તસવીરો..

વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આ વર્ષે બિગ બી આ વર્ષે અમિતાભની બે ફિલ્મ ઝુંડ અને ચહેરામાં જોવા મળશે, જે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય બિગ બી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સુપર નેચરલ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. વળી, બિગ બી દીપિકા પાદુકોણ અને પ્રભાસની ફિલ્મમાં પણ કામ કરશે.

Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?
Dharmendra Funeral: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને ઈશા દેઓલ નો ભાવુક વિડીયો, આંખોમાં હતા આંસુ
Dharmendra Property Rights: હેમા માલિનીને ધર્મેન્દ્રની પ્રોપર્ટી કે પેન્શનમાં કેમ નહીં મળે ભાગ? જાણો કાયદાકીય જોગવાઈ
Dharmendra Death: બૉલિવુડમાં શોક: ‘એક યુગનો અંત…’ અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર PM મોદી ભાવુક, સોશિયલ મીડિયા પર લખ્યો સંદેશ.
Exit mobile version