Amitabh Bachchan: મુંબઈ ના વરસાદી માહોલ વચ્ચે ખુલ્લા પગે સિદ્ધિવિનાયક મંદિર પહુંચ્યા અમિતાભ બચ્ચન, લીધા બાપ્પા ના આશીર્વાદ

amitabh bachchan visited siddhivinayak temple

amitabh bachchan visited siddhivinayak temple

News Continuous Bureau | Mumbai 

Amitabh Bachchan : બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ભગવાન ગણેશમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તાજેતરમાં, બિગ બી ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર(Siddhivinayak Temple) પહોંચ્યા હતા. બિગ બીના પુત્ર અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ઘૂમર’ ની રિલીઝ પહેલા તેઓ ભગવાનના દર્શન કરવા ગયા હતા.

અમિતાભ બચ્ચને લીધા બાપ્પા ના આશીર્વાદ

આ દરમિયાન અમિતાભ બચ્ચન સફેદ રંગનો કુર્તા-પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન મોટી સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમની સાથે મુંબઈ પોલીસના જવાનો જોવા મળ્યા હતા. બિગ બી મંદિરમાં ખુલ્લા પગે પ્રવેશ્યા. અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચનની(Abhishek Bacchan) ફિલ્મ ‘ઘૂમર’(Ghoomar) 18 ઓગસ્ટે મોટા પડદા પર આવવા જઈ રહી છે.એવું માનવામાં આવે છે કે અમિતાભ પોતાના પુત્રની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા અને ગણપતિના દર્શન કર્યા હતા. જોકે અમિતાભ બચ્ચને મંદિર પહોંચવાનું કારણ જણાવ્યું નથી.

 

ગણપતિ બાપ્પા ના ભક્ત છે અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન ગણપતિ બાપ્પાના પરમ ભક્ત છે. દર વર્ષે ગણપતિ ઉત્સવના અવસરે, અભિનેતા ગણપતિની મૂર્તિને બિરાજમાન કરે છે અને ખૂબ જ ધામધૂમથી તેનું વિસર્જન કરે છે. તમને જણાવી દઈએ કે ઘૂમર ફિલ્મને તાજેતરમાં મેલબોર્ન 2023ના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ઉપરાંત સૈયામી ખેર, શબાના આઝમી અને અંગદ બેદી પણ છે.

આ સમાચાર પણ વાંચો :  Google Search Update: ટૂંક સમયમાં જ ગૂગલ તેની સર્ચ સ્ટાઈલમાં કરશે ફેરફાર, AI સર્ચ કરવાની રીત બદલવા જઈ રહ્યું છે…. જાણો અહીં શું થશે આનાથી ફાયદો…

Exit mobile version