Site icon

Amitabh bachchan: અભિનેતા નહીં પરંતુ એરફોર્સ માં પાયલોટ બનવા માંગતા હતા બિગ બી, આ કારણે થયા હતા અમિતાભ બચ્ચન રિજેક્ટ

amitabh bachchan wanted to become air force pilot but rejected

amitabh bachchan wanted to become air force pilot but rejected

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના દમદાર અભિનયથી કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. હાલમાં અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ની 15 મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં તે પોતાની સાથે જોડાયેલા અનેક ખુલાસા કરતા રહે છે. અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 15’ના તાજેતરના એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે તેઓ એરફોર્સમાં કેમ જોડાઈ ના શક્યા .

આ સમાચાર પણ વાંચોઃ National film award: નેશનલ એવોર્ડ લેવા ગયેલા કરણ જોહર ને જોઈ ને વિવેક અગ્નિહોત્રી એ આપ્યું એવું રિએક્શન કે થઇ ગયો ટ્રોલ, વાયરલ થયો વિડીયો

 અમિતાભ બચ્ચને વાયુ સેના સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો 

KBC ના મંચ પર એક કન્ટેસ્ટન્ટ સાથે વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને તેને જણાવ્યું કે તે પણ એરફોર્સ જોઈન કરવા માંગતા હતા તેમને કહ્યું કે,”જ્યારે મેં મારું સ્કૂલિંગ પૂરું કર્યું ત્યારે મને ખબર ન હતી કે આગળ શું કરવું. હું મારા પરિવાર સાથે દિલ્હીમાં રહેતો હતો અને આર્મી ના એક મેજર જનરલ મારા ઘરની નજીક રહેતા હતા.એક દિવસ મેજર જનરલ અમારા ઘરે આવ્યા અને મારા પિતાને કહ્યું કે મને તેમની સાથે મોકલો. તેણે કહ્યું કે તે મને સેનામાં મોટો અધિકારી બનાવશે. હું એરફોર્સમાં જવા માંગતો હતો. ‘જ્યારે હું ઇન્ટરવ્યુ માટે ગયો ત્યારે તેઓએ મને એમ કહીને નકારી કાઢ્યો કે મારા પગ ઘણા લાંબા છે. હું કદાચ એરફોર્સ માટે લાયક ન હોઉં.” 

Exit mobile version