Site icon

હમ દો હમારે દો માં જ આ કપલ હતું ખુશ- પછી સૈફ-અમૃતાને જાણે કોની નજર લાગી અને અલગ થઈ ગયા…

News Continuous Bureau | Mumbai

અમૃતા સિંહ અને સૈફ અલી ખાન બંને માટે ‘મેડ ફોર ઈચ અધર’(made for each other) કહેવું ખોટું નહોતું.. પણ પછી બંને વચ્ચે એવું શું બન્યું કે ખબર જ ના પડી કે બન્ને વચ્ચે શું થયું કે પછી આ સંબંધ તૂટી ગયો. સૈફ અને અમૃતાએ 1991માં લગ્ન(marriage) કર્યા હતા પરંતુ બંને 2004માં અલગ થઈ ગયા હતા. બંનેનો આ પ્રેમ સંબંધ 14 વર્ષ પણ ટકી શક્યો નહીં.

'હમ દો હમારે દો'માં પરિવાર ખુશ હતો.1991 માં લગ્ન પછી, 1995માં અમૃતાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ બંનેએ સારા અલી ખાન(Sara Ali Khan) રાખ્યું. ત્યારે તેમના જીવનમાં એક અલગ જ પ્રકાશ ફરી વળ્યો હતો. પરંતુ તેમનો પરિવાર 2001માં પૂર્ણ થયો જ્યારે દિકરા ઈબ્રાહિમ અલી ખાનનો(Ibrahim Ali Khan) જન્મ થયો. એટલે કે હમ દો હમારી દોમાં સૈફ અને અમૃતા ખુશીથી જીવન વિતાવી રહ્યા હતા પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ઈબ્રાહિમના જન્મના થોડા સમય બાદ તેમની વચ્ચે મતભેદના સમાચાર આવવા લાગ્યા. જેના કારણે આજે પણ અનેક કારણો ગણાય છે. આખરે 2004માં બંને અલગ થઈ ગયા.

આ સમાચાર પણ વાંચો : 14 વર્ષ પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો નો ઇન્તઝાર થશે ખતમ- શોમાં નવા તારક મહેતા બાદ થશે આ પાત્ર ની એન્ટ્રી-પોપટલાલે કર્યો ખુલાસો 

અમૃતાએ છૂટાછેડા(divorce) માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.જ્યારે અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના છૂટાછેડા થયા ત્યારે ભરણપોષણ(elemoney) તરીકે 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તે સમયે સૈફ માટે તે રકમ ચૂકવવી મુશ્કેલ હતી. આથી અઢી કરોડ રૂપિયા એકસાથે આપ્યા બાદ બાકીના અઢી કરોડ રૂપિયા હપ્તામાં આપ્યા. તે સમયે અમૃતા અને સૈફના સંબંધો એટલા ખરાબ તબક્કામાં પહોંચી ગયા હતા કે બાળકોની કસ્ટડી મળ્યા બાદ અમૃતાએ સૈફ સાથે બાળકોને મળવાનું પણ બંધ કરી દીધું હતું. આ વિશે વાત કરતા સૈફ એક ઈન્ટરવ્યુમાં ઈમોશનલ(emotional) પણ થઈ ગયો હતો.

Exit mobile version