Site icon

ઈશાન ખટ્ટર અને વિજય દેવરકોંડા ને ઠેંગો બતાવી બોલિવૂડના આ હેન્ડસમ હંક ને ડેટ કરી રહી છે અનન્યા પાંડે

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ જ્યારથી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(Ananya Pandey bollywood debut) પગ મૂક્યો છે ત્યારથી તે પોતાની લવ લાઈફને (love life)લઈને ચર્ચામાં છે. અનન્યા પાંડેનું નામ સૌથી પહેલા ઈશાન ખટ્ટર(Ishaan Khatter) સાથે જોડાયું હતું, જે શાહિદ કપૂરનો ભાઈ છે. બંનેએ લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, ત્યારબાદ તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો. એવા અહેવાલો છે કે 'ખલી પીલી' ફ્લોપ (film flop)થયા બાદ ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે અલગ થઈ ગયા હતા. કયા કારણસર બંનેએ એકબીજા સાથે સંબંધ તોડી નાખ્યા, તે કારણ આજ સુધી જાહેર થઈ શક્યું નથી, પરંતુ ઈશાનથી અલગ થતાં જ અનન્યા પાંડેનું નામ કાર્તિક આર્યન(Kartik Aryan) સાથે જોડાવા લાગ્યું.

Join Our WhatsApp Community

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ 'પતિ પત્ની ઔર વો' (Pati patni aur woh)માં કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી તેમના પ્રેમની ચર્ચાઓ થવા લાગી હતી. જો કે, અનન્યા અને કાર્તિક ની ફિલ્મ ‘પતિ-પત્ની ઔર વો’ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ તેમના રસ્તા પણ અલગ થઈ ગયા.કાર્તિક આર્યન બાદ અનન્યા પાંડેના 'લિગર' સ્ટાર વિજય દેવરાકોંડા (Vijay Devarakonda)સાથેના કેટલાક ફોટા વાયરલ થયા હતા. અનન્યા અને વિજય કરણ જોહરની એક પાર્ટીમાં સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા, જેના ફોટા ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયા હતા.જો લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અનન્યા અને વિજય વચ્ચે પણ અંતર આવી ગયું છે.

આ સમાચાર પણ વાંચો : પહેલી ફિલ્મની નિષ્ફળતા બાદ પણ માનુષી છિલ્લરને મળી મોટી સફળતા- સાઈન કરી ત્રીજી મોટી ફિલ્મ

એક મીડિયા હાઉસે એક વિશેષ અહેવાલમાં માહિતી આપી છે કે આ દિવસોમાં અનન્યા પાંડે બોલિવૂડના હેન્ડસમ હંક આદિત્ય રોય કપૂરને (Aditya roy kapoor)ડેટ કરી રહી છે. આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે હજુ સુધી સાથે જોવા મળ્યા નથી પરંતુ આ બંને વચ્ચે પ્રેમની ગાડી પૂરપાટ ઝડપે ચાલી રહી છે. અનન્યા અને આદિત્ય વચ્ચે પ્રેમનું ફૂલ ક્યારે ખીલ્યું તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આ બંને સ્ટાર્સ એકબીજાની કંપનીને પસંદ કરી રહ્યા છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version