Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડના આ સુપરસ્ટાર ના પુત્ર સાથે સંબંધમાં હતી અનન્યા પાંડે-માતા ભાવના એ આવી રીતે કર્યો દીકરી નો બચાવ

News Continuous Bureau | Mumbai

અનન્યા પાંડેએ 'કોફી વિથ કરણ 7'ના એપિસોડને કારણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. શો દરમિયાન કરણ જોહરે કહ્યું હતું કે અનન્યા પાંડેએ (Ananya pandey)બે છોકરાઓને સાથે ડેટ કર્યા હતા. જો કે આ સવાલ પર તેની માતા ભાવના પાંડે તેની પુત્રીનો બચાવ કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે અનન્યા પાંડેએ 2019માં કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ(Bollywood debut) કર્યું હતું. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા પણ જોવા મળ્યા હતા. અનન્યાને આ ફિલ્મ માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુનો એવોર્ડ મળ્યો હતો. આ પછી તેણે 'પતિ પત્ની ઔર વો' અને 'લિગર' જેવી ફિલ્મોમાં કામ કર્યું જ્યાં તેને ચાહકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો.

Join Our WhatsApp Channel

શોની વાત કરીએ તો તેમાં ગૌરી ખાન અને ભાવના પાંડે (Bhavna Pandey)સાથે જોવા મળ્યા હતા. શોમાં રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન, કરણે ગૌરી ખાનને તેની પુત્રી સુહાના ખાન માટે કેટલીક ડેટિંગ સલાહ (dating advice)માંગી અને તેણે કહ્યું કે બે છોકરાઓ ને ક્યારેય એક સાથે ડેટ ન કરવું જોઈએ. ત્યારે ભાવનાએ કહ્યું કે તેની પુત્રી અનન્યાએ આ કર્યું છે. આ મામલો ત્યારે ઉભો થયો જ્યારે પાર્ટી ઈવેન્ટ(party event) દરમિયાન આર્યન ખાન અનન્યા પાંડેની અવગણના કરતો જોવા મળ્યો. આ ફોટો પણ ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો.જેમ કે બધા જાણે છે, અનન્યાએ પોતે કબૂલ્યું હતું કે તેને આર્યન ખાન પર ક્રશ(crush on Aryan khan) હતો પરંતુ તેમની વચ્ચે ક્યારેય વાતચીત વધી નથી. તેની સાથે જ સુહાના ખાન અનન્યા પાંડેની બેસ્ટ ફ્રેન્ડ(best friend) હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બોલિવૂડના કિંગ ખાનના પુત્ર આર્યન ખાને અનન્યા પાંડેને ડેટ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ઝલક દિખલા જા 10માંથી પોતાનું પત્તુ સાફ થતાં જ શિલ્પા શિંદેએ કરણ જોહરને બતાવ્યો પોતાનો એટિટ્યૂડ માધુરી અને નોરાને પણ માર્યો ટોણો-જુઓ વિડીયો

જો કે આ બાબતે કોઈની તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી, તેમ છતાં એ પુષ્ટિ કરવી મુશ્કેલ છે કે તેમની વચ્ચે ખરેખર કંઈ હતું! અનન્યા પાંડેના સંબંધોની વાત કરીએ તો તેણે તેની ફિલ્મ 'ખાલી પીલી'ના કો-સ્ટાર ઈશાન ખટ્ટરને(Ishaan Khatter)3 વર્ષ સુધી ડેટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ તેઓનું બ્રેકઅપ થયું છે.

Nora Fatehi Sukesh Chandrashekhar Extortion Case સુકેશ ચંદ્રશેખર ૨૦૦ કરોડ વસૂલી કેસમાં સાક્ષી બનશે નોરા ફતેહી દિલ્હી કોર્ટે મોકલ્યું સત્તાવાર સમન્સ
Palak Tiwari Ibrahim Ali Khan Breakup ૪ વર્ષની ડેટિંગ બાદ તૂટ્યો પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાનનો સંબંધ દર્દમાં છોડ્યું કામ?, સાથે થનારા શૂટિંગ રદ
Mirzapur The Film OTT Release હવે OTT પર ભૌકાલ મચાવશે ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’ જાણો કયા ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે ફિલ્મ
Shraddha Kapoor Eetha Trailer Out ‘નાચતે હુએ મરી તો મિસાલ બન જાઉંગી’ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’નું દમદાર ટ્રેલર રિલીઝ, વિઠાબાઈના રોલમાં છવાઈ અભિનેત્રી
Exit mobile version