Site icon

અનિલ કપૂરે નાના બનવાની વ્યક્ત કરી ખુશી, સોનમ કપૂરની પ્રેગ્નન્સી પર કહી આ વાત; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અનિલ કપૂર ટૂંક સમયમાં જ નાના  બનવાનો  છે. સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર પતિ આનંદ આહુજા સાથેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને ચાહકોને પોતાની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી.આ માહિતી સામે આવ્યા બાદ સોનમ કપૂર અને આનંદ આહુજાને દરેક લોકો  સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે. ઝક્કાસ અભિનેતા નાના મહેમાનને તેના ઘરે આવકારવા માટે ખૂબ જ ઉત્સુક દેખાતા હતા.

Join Our WhatsApp Community

 

સોનમના પિતા અને બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ખુશી એક ખાસ અંદાજમાં શેર કરી હતી. તેણે તેના સોશિયલ મીડિયા પર પુત્રી સોનમ કપૂર અને તેના જમાઈ આનંદ આહુજાની ઘણી અલગ-અલગ તસવીરો શેર કરી છે.આ તસવીરો શેર કરતાં અનિલ કપૂરે કેપ્શનમાં લખ્યું, 'હવે હું મારા જીવનની સૌથી મજેદાર ભૂમિકા ભજવવાની તૈયારી કરી રહ્યો છું, જે નાના ની  છે. અમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં અને હું કંઈપણ માટે વધુ આભારી ન હોઈ શકું.અનિલ કપૂરે આગળ ટ્વિટ કરીને દીકરી સોનમ કપૂર અને જમાઈ આનંદ આહુજાનો આ ખુશી માટે આભાર માન્યો હતો. તેણે કહ્યું, 'સોનમ કપૂર અને આનંદ આહુજા તમે અમને આ દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. અનિલ કપૂરના નાના  બનવાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આ ખુશી માટે ચાહકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી કાયદો અને વ્યવસ્થા બગડવાનો ભય! રાજસ્થાનના આ શહેરમાં 22 માર્ચથી એક મહિના માટે કલમ 144 લાગુ, જાણો કયા નિયંત્રણો રહેશે

તમને જણાવી દઈએ કે, અનિલ કપૂરની મોટી દીકરી સોનમ કપૂરના લગ્ન વર્ષ 2018માં થયા હતા. લંડન સ્થિત બિઝનેસમેન આનંદ આહુજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ અભિનેત્રી સોનમ કપૂરે તેને 8 મે 2018ના રોજ સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન ભારતમાં જ બાંદ્રામાં સોનમ કપૂરના મામાના ઘરે થયા હતા. સોનમ કપૂર અને આનંદ આહુજા લગ્નના ત્રણ વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version