Site icon News Continuous Bureau | Mumbai

અનિલ કપૂર જર્મનીમાંં કરાવી રહ્યા છે પોતાની સારવાર, વિડિયો શેર કરી ને આપી આ મહત્વની માહિતી ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર આ દિવસોમાં જર્મનીમાં છે અને તેણે આ પ્રવાસનો છેલ્લો વીડિયો શેર કર્યો છે.  વીડિયોમાં અનિલ કપૂરે ખુલાસો કર્યો છે કે આજે તેની સારવારનો છેલ્લો દિવસ છે અને તે ડૉક્ટરને મળવા જઈ રહ્યો છે.

વીડિયોમાં અનિલ કપૂર કાળો કોટ પહેરેલો જોવા મળે છે,  વીડિયોના કેપ્શનમાં અનિલ કપૂરે લખ્યું, 'બરફ પર પરફેક્ટ વોક. જર્મનીમાં છેલ્લો દિવસ. મારી છેલ્લી સારવાર માટે ડૉ. મુલરને મળવા જવું છે. તેને અને તેના જાદુઈ સ્પર્શ માટે આભાર.'
અનિલ કપૂર સુંદર બરફવર્ષા વચ્ચે જર્મનીના રસ્તાઓ પર ચાલતો જોવા મળે છે. પરંતુ અનિલ કપૂર દ્વારા જે ખુલાસો થયો છે કે તે સારવાર માટે જર્મની ગયો છે તે લોકોને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. સામાન્ય રીતે સ્ટાર્સ કોઈ મોટી બીમારીની સારવાર માટે વિદેશ જતા હોય છે. અભિનેતાના વિદેશ જવાથી ચાહકો ખૂબ જ પરેશાન છે.

 કોરોનાગ્રસ્ત સાઉથના કોરિયોગ્રાફર શિવ શંકર નો તમામ મેડીકલ ખર્ચ સોનું સુદ ઉઠાવશે

અનિલ કપૂરના તમામ ચાહકોએ કોમેન્ટ કરીને પૂછ્યું છે કે તેઓ શું સારવાર માટે જર્મની ગયા છે. અભિનેતાએ હજી સુધી કોઈપણ કોમેન્ટ નો જવાબ આપ્યો નથી. પરંતુ જોવાનું એ રહેશે કે પીઢ અભિનેતા આ સવાલનો જવાબ ક્યાં સુધી આપે છે. કારણ કે ચાહકોમાં અનિલ કપૂરના સ્વાસ્થ્યને લઈને ચિંતા સતત વધી રહી છે. 

 

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version