Site icon News Continuous Bureau | Mumbai

શું અનિલ કપૂર-માધુરી દીક્ષિતની આ સુપરહિટ ફિલ્મની બનશે રિમેક? મેકર્સે આપી હિન્ટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

બોલીવુડના ઈતિહાસમાં આવી ઘણી ફિલ્મો બની છે, જેને ભૂલી શકાય તેમ નથી. આ એવી કલ્ટ ફિલ્મો છે જે ગમે ત્યારે જોઈને મનોરંજન કરી શકાય છે. અને આમાંથી એક ફિલ્મ અનિલ કપૂર અને અભિનેત્રી માધુરી દીક્ષિતની (Anil Kapoor Madhuri Dixit film)તેઝાબ (Tezaab)છે. 80ના દાયકામાં આવેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. એવું કહેવાય છે કે આ ફિલ્મ થિયેટરોમાં 50 અઠવાડિયા સુધી ચાલી અને ફિલ્મે તેની સુવર્ણ જયંતિ ઉજવી (silver jublee). આ ફિલ્મને લઈને સમાચાર આવી રહ્યા છે કે નિર્માતા મુરાદ ખેતાણી (Murad Khetani) તેની રીમેક બનાવવા જઈ રહ્યા છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી છે.

એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ફિલ્મ નિર્માતા મુરાદ ખેતાનીએ  (Murad Khetani)જણાવ્યું હતું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેઝાબ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેણે ઈન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું કે તેણે તેઝાબના ડિરેક્ટર એન ચંદ્રા (Tezaab director N Chandra)પાસેથી ફિલ્મના રાઈટ્સ (film rights) પણ ખરીદ્યા છે. આ ફિલ્મની રિમેકનું પ્રી-પ્રોડક્શન કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. તેબાઝ ફિલ્મના રાઈટ્સ ખરીદવા અંગે ખેતાનીએ કહ્યું કે, તે બોલિવૂડના ઈતિહાસની આઈકોનિક ફિલ્મ (iconic film) છે. અમે હાલની પરિસ્થિતિ અનુસાર આ ફિલ્મની વાર્તા ફરીથી બનાવીશું અને ફિલ્મ બનાવીશું. જ્યાં નિર્માતા ખેતાણી ફિલ્મ તેઝાબની રિમેક વિશે વાત કરી રહ્યા છે, તો બીજી તરફ, થોડા સમય પહેલા એન ચંદ્રાએ એક વેબ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં ફિલ્મ વિશે કંઈક બીજું કહ્યું હતું. હવે બંનેમાંથી કોણ સાચું છે તે તો સમય જ કહેશે.

આ સમાચાર પણ વાંચો : સ્ટાર કિડ્સની ડેબ્યૂ ફિલ્મ નું ટીઝર સામે આવતા જ થઈ રહ્યું છે જોરદાર ટ્રોલ, નેપોટિઝમ ને લઇ ને યુઝર્સે કાઢી ભડાશ; જાણો શું છે મામલો

તમને જણાવી દઈએ કે ચંદ્રાએ આ ફિલ્મ 1988માં બનાવી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની (Anil Kapoor Madhuri Dixit) જોડી હતી. આ ફિલ્મ પછી બંનેની જોડી ખૂબ જ પસંદ આવી અને બંનેએ સાથે ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી. ફિલ્મને તે વર્ષના ફિલ્મફેર એવોર્ડ (Filmfare award)માટે 12 નોમિનેશન મળ્યા હતા. તે જ સમયે, અનિલ કપૂરને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version