News Continuous Bureau | Mumbai

Animal: એનિમલ ના અંગ્રેજી ડબ વર્ઝન માં રણબીર કપૂર ને આ ટીવી અભિનેતા એ આપ્યો પોતાનો અવાજ તો તૃપ્તિ ડીમરી નો અવાજ બની ટીવી ની આ અભિનેત્રી

Animal: એનિમલ નું અંગ્રેજી ડબ વર્ઝન રિલીઝ થઈ ગયું છે. આ અંગ્રેજી વર્ઝન માં રણબીર કપૂરે કે તૃપ્તિ ડિમરી એ પોતાના અવાજ માં ડબિંગ નથી કર્યું તેમની જગ્યાએ ટીવી ના બે લોકપ્રિય અભિનેતા અને અભિનેત્રી એ તેમને પોતાનો અવાજ આપ્યો છે.

animal english version ranbir kapoor voice dubbed by nakul mehta and triptii dimri voice dubbed by samridhii shukla

News Continuous Bureau | Mumbai 

Animal:  થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ એનિમલ હવે ઓટિટિ પર પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 26 જાન્યુઆરી એ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ને થિયેટર ની જેમ ઓટિટિ પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ ફિલ્મ નું અંગ્રેજી ડબ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે. આ અંગ્રેજી વર્ઝન માટે રણબીર કપૂરે કે તૃપ્તિ ડીમરીએ ડબિંગ નથી કર્યું પરંતુ ટીવી ના લોકપ્રિય અભિનેતા અને અભિનેત્રી  એ તેમને પોતાનો અવાજ આપ્યો છે. તો ચાલો જાણીયે તે અવાજ કોનો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  YRKKH Samridhii shukla: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ‘અભિરા’ એ કર્યો ખુલાસો, આલિયા ભટ્ટની આ ફિલ્મમાં સમૃદ્ધિ શુક્લા એ આપ્યો છે પોતાનો અવાજ

રણબીર કપૂર નો અવાજ બન્યો નકુલ મહેતા 

એનિમલ ના અંગ્રેજી વર્ઝન માં રણબીર કપૂર ને ટીવી અભિનેતા નકુલ મહેતા એ પોતાનો અવાજ આપ્યો છે આ વાત ની માહિતી નકુલે પોતે આપી છે. નકુલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં ટીવી પર અંગ્રેજી માં ફિલ્મ ‘એનિમલ’ ચાલી રહી છે અને નકુલ ની પત્ની ‘એનિમલ’માં રણબીરની જગ્યાએ તેના પતિ નો અવાજ સાંભળીને ખૂબ જ ખુશ થઇ રહી છે. નકુલે એ પણ જણાવ્યું કે તેને ડબિંગ માટે લગભગ બે અઠવાડિયા લાગ્યા હતા.  

તૃપ્તિ ડીમરી નો અવાજ બની સમૃદ્ધિ શુકલા 

એનિમલ ના અંગ્રેજી ડબ વર્ઝન માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની અભીરા એટલે કે સમૃદ્ધિ શુક્લાએ તૃપ્તિ ડીમરી ને પોતાનો અવાજ આપ્યો છે. સમૃદ્ધિ એ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. સમૃદ્ધિએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના મિત્રની એક પોસ્ટ ફરીથી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે – ‘ભાભી 2ના અંગ્રેજી વર્ઝનમાં તમારી છોકરીએ પોતાનો અવાજ આપ્યો છે’. આ સાથે નેટફ્લિક્સની લિંક પણ શેર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સમૃદ્ધિ શુક્લ એક વોઇસ ઓવર આર્ટિસ્ટ છે. તેને ઘણા કાર્ટૂનમાં વોઈસ ઓવર કર્યું છે, જેમાં લિટલ ભીમ, ડોરેમોન, અને બાહુબલી ધ લોસ્ટ લિજેન્ડ જેવા કાર્ટૂનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં સમૃદ્ધિ એ બ્રહ્માસ્ત્ર ના ઓટીટી વર્ઝન માં આલિયા ભટ્ટ ને પોતાનો અવાજ આપ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version