Site icon

Animal OTT release: કાયકાદીક મુસીબત માં પડી એનિમલ, ફિલ્મ ના કો પ્રોડ્યુસરે ખટકાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, ઓટીટી રિલીઝ ને લઈને કરી આ માંગણી જાણો શું છે સમગ્ર મામલો

Animal OTT release: એનિમલ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી.મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ 26 જાન્યુઆરી એ ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે એનિમલની OTT રિલીઝને લઈને વિવાદ ઊભો થયો છે.

animal ott release in legal trouble co producer of film filed a lawsuit in high court

animal ott release in legal trouble co producer of film filed a lawsuit in high court

News Continuous Bureau | Mumbai

Animal OTT release: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ 26 જાન્યુઆરી એ ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે આ શક્ય બને તેવું નથી લાગી રહ્યું કેમકે ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને વિવાદ ઉભો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ એનિમલ ની ઓટિટિ રિલીઝ નો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સિને 1 સ્ટુડિયોએ ફિલ્મની OTT રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

Join Our WhatsApp Community

 

એનિમલ ની ઓટિટિ રિલીઝ પર પ્રતિબંધ મુકવાની થઇ માંગણી

સિને1 સ્ટુડિયો ટી સિરીઝ પર આરોપ લગાવતા કોર્ટને જણાવ્યું કે ‘બંને પ્રોડક્શન હાઉસે ફિલ્મના નિર્માણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરાર હેઠળ, સિને1 પાસે 35 ટકા નફો હતો, પરંતુ સુપર કેસેટે (ટી સિરીઝ) તેને સિને1 સ્ટુડિયોની મંજૂરી વિના ફિલ્મના નિર્માણ, પ્રમોશન અને રિલીઝ પર ખર્ચ કર્યો અને કોઈપણ વિગતો શેર કર્યા વિના બોક્સ ઓફિસના વેચાણ પર નફો કર્યો. આ હોવા છતાં, સિને1 સ્ટુડિયોને એક પણ પૈસો ચૂકવવામાં આવ્યો ન હતો. ફિલ્મ, બોક્સ ઓફિસ અને તેના મ્યુઝિક અને સેટેલાઇટ રાઇટ્સથી થયેલી કમાણી વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. તેમજ સુપર કેસેટ તમામ પૈસા એકઠા કરી રહી છે, પરંતુ અમને એક પૈસો પણ આપવામાં આવ્યો નથી. મારો તેમની સાથે ઘણો જૂનો સંબંધ છે, પરંતુ તેઓ સમાધાન માટે કોઈ માન ધરાવતા નથી. મેં સંબંધનું સન્માન કર્યું. તેથી કોન્ટ્રાક્ટ અંગે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં કોઈ ઉતાવળ નહોતી કરી.’

આ સમાચાર પણ વાંચો : Kate winslet: ઓસ્કાર એવોર્ડ ને લઈને કેટ વિન્સલેટે કર્યો ચોંકાવનારો ખુલાસો, શોકેસમાં નહીં પરંતુ આ જગ્યા એ રાખે છે એવોર્ડ, અભિનેત્રી એ જણાવ્યું તેને ત્યાં રાખવાનું કારણ

બીજી તરફ સુપર કેસેટ એટલે કે ટી સિરીઝ તરફ થી કોર્ટ માં હાજર રહેલા વકીલે જણાવ્યું કે ‘સિને1એ ફિલ્મમાં કોઈ પૈસાનું રોકાણ કર્યું નથી અને સુપર કેસેટે પોતે જ ફિલ્મ બનાવવાનો તમામ ખર્ચ ઉઠાવ્યો છે. તેમજ સિને 1 એ કોર્ટથી છુપાવ્યું હતું કે તેઓએ 2 ઓગસ્ટ, 2022 ના રોજ ફિલ્મમાં તેમના તમામ અધિકારો છોડી દીધા હતા. આ માટે તેણે 2.6 કરોડ રૂપિયા પણ લીધા હતા. આ મહત્વપૂર્ણ માહિતી કોર્ટથી છુપાવવામાં આવી હતી. તેણે ફિલ્મમાં એક પૈસો પણ રોક્યો નથી અને તેમ છતાં તેને 2.6 કરોડ આપવામાં આવ્યા હતા. હવે આ કેસની આગામી સુનાવણી 18 જાન્યુઆરીના રોજ થશે. 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version