News Continuous Bureau | Mumbai
Animal Bobby deol: બોબી દેઓલ તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. ફિલ્મ એનિમલ માં બોબી દેઓલે વિલન ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં બોબી દેઓલ ના અભિનયના વખાણ થઈ રહ્યા છે. આ જોઈ બોબી દેઓલ ઈમોશનલ થઇ ગયો હતો.આવી સ્થિતિમાં, અભિનેતાએ મુંબઈના પ્રખ્યાત થિયેટર ગેટ્ટી ગેલેક્સીમાં જઈને ચાહકો સાથે થિયેટરનું વાતાવરણ જોયું. બોબી દેઓલ અહીં પહોંચતાની સાથે જ ફેન્સની ખુશીની કોઈ સીમા ન રહી. બોબી દેઓલ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બોબી દેઓલ થિયેટર પહોંચ્યો
ફિલ્મ એનિમલ માં જેટલા વખાણ રણબીર કપૂર ના થઇ રહ્યા છે તેટલાજ વખાણ બોબી દેઓલ ના પણ થઇ રહ્યા છે. ચાહકો ને બોબી દેઓલ નો આ અવતાર પસંદ આવી રહ્યો છે. તાજેતરમાં બોબી દેઓલ સફેદ ટી-શર્ટ અને ડેનિમ જીન્સ ના કેઝ્યુઅલ લુક માં ગેઈટી ગેલેક્સી થિયેટર પહોંચ્યો હતો. ચાહકો તેના પ્રિય સ્ટાર ને જોઈ બેકાબુ થઇ ગયા હતા. અહીં પહોંચ્યા બાદ બોબી દેઓલે ફેન્સનો આભાર માન્યો હતો. તેના પાત્રને જે પ્રેમ અને પ્રશંસા મળી રહી હતી તે જોઈને બોબી ખુશ થઈ ગયો આ બદલ તેણે ચાહકોનો આભાર પણ માન્યો.
ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી અને અન્ય ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ કમાણી ના મામલે રેકોર્ડ તોડી રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ Animal: એનિમલ જોઈ એસ એસ રાજામૌલી ના પુત્ર ના થયા રુવાડા ઉભા,રણબીર કપૂર ને લઈને કહી મોટી વાત, ટ્વીટ થયું વાયરલ