અંકિતા લોખંડે અને વિકી જૈને કેન્સલ કર્યું લગ્નનું રિસેપ્શન, સામે આવ્યું આ મોટું કારણ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

બુધવાર 

નાના પડદાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ગણાતી અંકિતા લોખંડે તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે. અત્યાર સુધીમાં, વિકી જૈન અને અંકિતા લોખંડેના લગ્ન પહેલાના તમામ ફંક્શન ખૂબ જ ભવ્ય સ્તરે કરવામાં આવ્યા છે. જોકે હવે  અંકિતા અને વિકી રિસેપ્શનને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અંકિતા લોખંડે અને વિકી જૈને કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દિવસોમાં કોવિડ ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ ઝડપથી તેના પગ ફેલાવતું જોવા મળે છે.આવી સ્થિતિમાં ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિકી અને અંકિતાએ તેમનું રિસેપ્શન કેન્સલ કરી દીધું છે. હા, અંકિતા અને વિકીની ટીમે માહિતી આપી છે કે કપલનું રિસેપ્શન નહીં થાય . એટલું જ નહીં, વિકી અને અંકિતાના લગ્નમાં માત્ર તેમના પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહી શકશે.

કરિના કપૂર બાદ હવે સલમાન ખાન ના ઘરે પહોંચ્યો કોરોના, આ ખાસ વ્યક્તિ થઈ કોવિડ પોઝિટિવ ; જાણો વિગત

અંકિતા લોખંડે અને વિકી જૈન ઈચ્છે છે કે દરેક વ્યક્તિ સુરક્ષિત રહે. આ કારણોસર, તેણે આ નિર્ણય લીધો છે કારણ કે જ્યાં વધુ ભીડ એકઠી થાય છે, ત્યાં કોરોના વધવાની સંભાવના વધારે છે. અંકિતા લોખંડે વેડિંગને લઈને કેટલી ખુશ છે તેનો અંદાજ તેની તસવીરો જોઈને જ લગાવી શકાય છે.તેની મિત્ર માહી વિજે જણાવ્યું હતું કે અંકિતા હંમેશાથી ભવ્ય લગ્ન કરવા માંગતી હતી. જોકે અંકિતાનું આ સપનું અમુક હદ સુધી પૂરું થયું હતું, પરંતુ આ કપલે લગ્ન કરતાં લોકોની સુરક્ષાને વધુ મહત્વ આપ્યું છે.

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version