Site icon News Continuous Bureau | Mumbai

પિતા ના નિધન થી ભાંગી પડી અભિનેત્રી અંકિતા લોખંડે, પતિએ આ રીતે આપી સાંત્વના, જુઓ વિડીયો

ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પિતાનું 12 ઓગસ્ટના રોજ નિધન થયું હતું, ત્યારબાદ અભિનેત્રીની હાલત ખરાબ છે.

ankita lokhande break down after father shashikant lokhande demise

ankita lokhande break down after father shashikant lokhande demise

News Continuous Bureau | Mumbai 

ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેના ઘરે શોકનો માહોલ છે. અભિનેત્રીના પિતાનું 12 ઓગસ્ટે નિધન થયું હતું. 68 વર્ષની ઉંમરે તેમના પિતા શશિકાંત લોખંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આ દરમિયાન તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ ઘણી વખત તેમની તબિયત બગડવાના સમાચાર સામે આવી ચુક્યા છે. અંકિતા લોખંડે ના પિતાના અંતિમ સંસ્કાર નો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ દરમિયાન અંકિતા લોખંડે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળે છે.

Join Our WhatsApp Channel


અંકિતા લોખંડે ને સાંભળતો જોવા મળ્યો વિકી જૈન

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો એક્ટ્રેસના પિતાને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અંકિતાની હાલત ખૂબ જ ખરાબ છે. અંકિતા સતત રડી રહી છે. પિતાના ગયા પછી અંકિતા ખરાબ રીતે ભાંગી પડી છે. તે તેના પતિ વિકી જૈનને ગળે લગાવીને રડી રહી છે. આ દરમિયાન તેનો પતિ વિક્કી અભિનેત્રીની સંભાળ લઈ રહ્યો છે.આ વાયરલ વીડિયોમાં, અંકિતાના ચાહકો તેના પિતાની વિદાય પર તેને સાંત્વના આપતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું- ઓમ શાંતિ.

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચન ની આ ફિલ્મ જોયા પછી દિલીપ કુમાર બની ગયા તેમના ફેન,બિગ બી માટે થિયેટરની બહાર જોતા હતા રાહ, સાયરા બાનુ નો ખુલાસો

 

 

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version