News Continuous Bureau | Mumbai
Ankita lokhande: અંકિતા લોખંડે બિગ બોસ 17 ની સ્ટ્રોંગ સ્પર્ધક છે. બિગ બોસ 17 માં અંકિતા તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી રહી છે. જ્યારથી અંકિતા અને વિકી શો માં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે લડાઈ થઇ રહી છે. હવે તો અંકિતા અને વિકી ની લડાઈ ની ચર્ચા બધે જ થઇ રહી છે. હાલમાંજ અંકિતા ની માતા અને વિકી ની માતા બિગ બોસ ના ઘરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અંકિતા ની સાસુ એ અંકિતા પર ફરિયાદ નો વરસાદ કરી દીધો હતો. ત્યારબાદ વિકી જૈન ની માતા એ મીડિયા ને કહ્યું હતું કે અંકિતા સુશાંત નું નામ સહાનુભૂતિ માટે લઇ રહી છે. હવે આ બધા પર સુશાંત ની બહેન અંકિતા ના સપોર્ટ માં આવી છે.
અંકિતા ની માતા નો ઇન્ટરવ્યૂ થયો વાયરલ
બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતાની માતા એ મીડિયા સાથે વાતચીત કરી હતી આ દરમિયાન અંકિતા ની માતા એ કહ્યું હતું કે, ‘અંકિતા અને સુશાંત સાથે હું પણ 7 વર્ષ આ ઘરમાં સાથે રહી છું. અંકિતા સુશાંત ને ખુબ પ્રેમ કરતી હતી. તે છોકરો હતો જ એવો. આવી સ્થિતિમાં આગળ વધવું એટલું સરળ નહોતું જેટલું લાગે છે.અંકિતા ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે. સુશાંત ખૂબ જ સારો વ્યક્તિ હતો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. આજે પણ સુશાંતની બહેનો શ્વેતા અને રાની અંકિતા સાથે ફોન પર વાત કરે છે. તેના પિતા પણ અંકિતાને થોડા દિવસોમાં એકવાર ફોન કરે છે.’ આ સિવાય અંકિતાની માતાએ વિકી જૈનના વખાણ કર્યા અને કહ્યું કે તે હંમેશા અંકિતાની પડખે ઉભો રહ્યો છે.’
હવે સુશાંત સિંહ રાજપૂત ની બહેન શ્વેતા એ અંકિતા ની માતા ની કલીપ નો સ્ક્રીન શોટ શેર કરી ને પોતાની અંકિતા સાથે ની તસવીર શેર કરી ને લખું છે કે, ‘’અમે તને પ્રેમ કરીએ છીએ, અંકી! તમે શ્રેષ્ઠ અને શુદ્ધ છો.’

સુશાંત સિંહ રાજપૂત ની બહેન ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા અને વિકી વચ્ચે ની લડાઈ એ લીધું ઉગ્ર સ્વરૂપ, અભિનેત્રી એ વાત વાત માં આપ્યો આવો સંકેત