Site icon

Ankita lokhande: બિગબોસ ના ઘરમાંથી બહાર આવતા જ અંકિતા લોખંડે ના બદલાયા સુર, સાસુ અને સસરા વિશે કહી આવી વાત

Ankita lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ 17 માં જોવા મળ્યા હતા. હવે આ શો પૂરો થઇ ગયો છે. હાલમાં જ અંકિતા એ મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન તેના સાસુ અને સસરા વિશે વાત કરી છે.

ankita lokhande talk about mother in law and father in law

ankita lokhande talk about mother in law and father in law

News Continuous Bureau | Mumbai 

Ankita lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ 17 માં આવ્યા પછી ચર્ચા માં આવ્યા છે. આ શો માં બંને ના લડાઈ ઝગડાએ ખુબ હેડલાઈન બનાવી હતી. આ શો માં વિકી જૈન ની માતા પણ આવી હતી. બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ વિકી જીણ ની માતા એ અંકિતા વિશે ઘણી ટિપ્પણી કરી હતી જેના કારણે તેમને ટ્રોલિંગ નો સામનો કરવો પડ્યો હતો. હવે બિગ બોસ પૂરો થઇ ગયો છે. હાલ અંકિતા તેના પતિ વિકી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ દરમિયાન અંકિતા એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના સાસુ અને સસરા વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Community

 

અંકિતા લોખંડે એ તેના સાસુ સસરા વિશે કહી આવી વાત 

બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતા એ મીડિયા ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂ માં અંકિતા એ તેની સાસુ વિશે વાત કરતા કહ્યું, ‘મમ્મીએ ક્યારેય વિકીને રડતો જોયો ન હતો અને જ્યારે તેને રડતો જોયો ત્યારે તે પણ ભાવુક થઈ ગઈ. મમ્મી પણ મારા જેવી છે. જો હું પણ તેની જગ્યાએ હોત તો. જો મારુ બાળક હોત, તો મેં પણ એવું જ કર્યું હોત. હું પણ પૂછતી  કે મારા પુત્રનું કોણે શું કર્યું? મારી મમ્મી અમારી સાથે રહે છે તેથી તે જાણે છે કે અમે કેવા છીએ. વિકીની માતા અમારી સાથે રહેતી નથી. તે તેની પુત્રી સાથે રહે છે તેથી તેને ખબર નથી કે અમે કેવા છીએ. મારી સાસુ જે બોલે છે તે મોઢા પર જ બોલે છે તેના મનમાં કશું જ નથી.મારા માટે મારા સાસુ સસરા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ લોકો બહારથી સખત અને અંદરથી બહુ નરમ છે.

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: અંકિતા લોખંડે ના આ નજીકના સભ્ય એ કહ્યું દુનિયા ને અલવિદા, સુશાંત સિંહ રાજપૂત સાથે હતો ખાસ સંબંધ

અંકિતા એ તેના સસરા વિશે વાત કરતા કહ્યું કે, ‘મેં મારા સસરા સાથે એકવાર વાત કરી હતી. હવે હું બિલાસપુર જઈશ અને તેમને મળીશ. અમે ફોન પર વાત કરી. તે વિકી અને મારા બંને પર ગુસ્સે હતો. હવે નથી. તેમણે કહ્યું કે ચાલો બિલાસપુર આવો પછી વાત કરીશું.’

 

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version