Site icon

Ankita lokhande Vicky jain: બિગ બોસ બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા વિકી જૈન અને અંકિતા લોખંડે, અભિનેત્રી એ પાપારાઝી સાથે કર્યું આવું વર્તન

Ankita lokhande Vicky jain: બિગ બોસ 17 માં આવ્યા બાદ વિકી જૈન અને અંકિતા લોખંડે ખુબ ચર્ચામાં આવ્યા હતા. હવે બિગ બોસ બાદ પહેલીવાર વિકી અને અંકિતા સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન વિકી અને અંકિતા એ પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા.

ankita lokhande vicky jain spotted first time publicly after bigg boss 17

ankita lokhande vicky jain spotted first time publicly after bigg boss 17

News Continuous Bureau | Mumbai 

Ankita lokhande Vicky jain: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી હતી. આ દરમિયાન શો માં બંને વચ્ચે ના લડાઈ ઝગડા ચર્ચા નો વિષય બન્યા હતા.બિગ બોસ માંથી બહાર આવ્યા બાદ વિકી જૈન ઘણીવાર પબ્લિકલી જોવા મળ્યો હતો પરંતુ અંકિતા કોઈ પણ પબ્લિક પ્લેસ પર જોવા મળી નહોતી. હવે તાજેતરમાં જ અંકિતા શો માંથી બહાર આવ્યા બાદ પબ્લિકલી તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના આ સ્પર્ધકે કરાવી અંકિતા લોખંડે ના ઘર ની સેર, વિકી ભૈયા નું ઘર જોઈ કરી એન્ટેલિયા સાથે તુલના, જુઓ વિડીયો

અંકિતા અને વિકી જૈન એ આપ્યા પાપારાઝી ને પોઝ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અંકિતા અને વિકી એક રેસ્ટોરન્ટ ની બહાર સ્પોટ થયા હતા. બંને ને એક સાથે જોતા પાપારાઝી એ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન બંને એ કેમેરા સામે ઘણા પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન અંકિતા ઓફ-શોલ્ડર લાલ રંગ ના ડ્રેસ માં જોવા મળી હતી જયારે વિકી ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. આ દરમિયાન પાપારાઝી એ અંકિતાને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા પરંતુ અભિનેત્રી કોઈ પણ જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી ગઈ હતી 


વિકી અને અંકિતા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

Bappi Lahiri Mumbai Home Tour: ગોલ્ડન મેન બપ્પી લહિરીની રોયલ લાઈફસ્ટાઈલ! સોનાની ખુરશી અને ભક્તિનો અનોખો સંગમ
Varun Dhawan: વરુણ ધવનનું દર્દ: પુત્રી લારાની બીમારીએ રાતોની ઊંઘ ઉડાવી દીધી! પિતાએ વર્ણવી હૃદયદ્રાવક આપવીતી
Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Exit mobile version