Site icon

કાશ્મીરી પંડિતો પર વધુ એક ફિલ્મ ‘ધ હિન્દુ બોય’ થઇ રિલીઝ,કાશ્મીરી પંડિતો ની હાલ ની સ્થિતિ દર્શાવી રહી છે પુનીત બાલનની આ શોર્ટ ફિલ્મ

News Continuous Bureau | Mumbai

મરાઠી ફિલ્મ (Marathi film) 'મુલશી પેટર્ન'ની શાનદાર સફળતા પછી, નિર્માતા પુનીત બાલન (Punit Balan) હવે બોલીવુડની ટૂંકી ફિલ્મ (Bollywood short film) 'ધ હિન્દુ બોય' (The Hindu boy) લઈને આવ્યા છે, જેમાં બોલીવુડ અને ટેલિવિઝન અભિનેતા શરદ મલ્હોત્રા (Sharad Malhotra) છે. તાજેતરમાં, વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri)  બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ',(The Kashmir files) જે કાશ્મીરી પંડિતો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જણાવે છે, તેણે ભારે સનસનાટી મચાવી છે. આ ફિલ્મે ભૂતકાળમાં કાશ્મીરી પંડિતોના (Kashmiri pandits) અનુભવો શેર કર્યા છે. પરંતુ હવે તેમની સ્થિતિ શું છે અને તેઓ હજુ પણ કયા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ બધા સવાલોના જવાબ છે પુનીતની નવી શોર્ટ ફિલ્મ ‘ધ હિન્દુ બોય’.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: મેટગાલા 2022માં જોવા મળ્યો પટિયાલાના મહારાજા નો ચોરાયેલો વિશ્વનો સાતમો સૌથી મોટો હીરો, સોશિયલ મીડિયા પર થયો હંગામો; જાણો કોણે પહેર્યો હતો તે હાર

ટ્રેલર રિલીઝ થયા બાદથી જ તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. 'ધ હિંદુ બોય'  (The Hindu boy)એક હિંદુ પંડિત યુવાન છોકરાની વાર્તા છે જેને તેની સુરક્ષા માટે કાશ્મીરની (Kashmir) બહાર મોકલવામાં આવ્યો હતો અને તે શું અનુભવે છે અને 30 વર્ષ પછી જ્યારે તે પોતાના ઘરે પાછો આવે છે ત્યારે તેની સાથે શું થાય છે? આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા શરદ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. શરદ મલ્હોત્રા (Sharad Malhotra) ‘નાગિન 5’, ‘વિદ્રોહી’, ‘એક તેરા સાથ’, ‘કસમ’ અને ‘બનૂં મેં તેરી દુલ્હન’ જેવી ધારાવાહિક અને ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ માટે લોકોની પસંદ રહ્યો છે. હવે આ નવી અને અલગ ભૂમિકાની સાથે તે ફેન્સને સરપ્રાઇઝ આપવાનો છે.આ ફિલ્મને યુટ્યુબ (Youtube) પર રિલીઝ કરી દેવામાં આવી છે 

પુનીત બાલન પુનીત બાલન ગ્રુપના (Punit Balan group) સ્થાપક અને સીએમડી છે. તેઓ પુનીત બાલન સ્ટુડિયોના  (Punit Balan studio) સ્થાપક પણ છે. ફિલ્મ અંગે પુનીતે કહ્યું હતું કે હું અવારનવાર કાશ્મીર (Kashmir) જાઉં છું અને તેનું દર્દ મેં ખૂબ નજીકથી જોયું છે. હું હંમેશા તેના માટે કોઈને કોઈ પ્રકારની મદદ કરવા માંગતો હતો, પરંતુ મને ખબર ન હતી કે જ્યારે ફિલ્મ 'ધ હિન્દુ બોય' (The Hindu boy) મારી પાસે આવી ત્યારે મને લાગ્યું કે આ મારી તક છે. તાજેતરમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ખૂબ પસંદ કરવામાં આવી છે અને ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે અને મને આશા છે કે આ ફિલ્મ પણ સારું કામ કરશે. આ ફિલ્મનું નિર્દેશન શાહનવાઝ બકલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેણે તેની વાર્તા અને પટકથા પણ લખી છે. મોહમ્મદ યુનિસ ઝરગરે આ ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી છે. ગીતો વિજય અકેલાએ લખ્યા છે. સિંગર અવિક દોજન ચેટર્જીએ સિંગિંગની સાથે સંગીત પણ આપ્યું છે.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version