Site icon News Continuous Bureau | Mumbai

લાલ સિંહ ચઢ્ઢા પછી આમિરને બીજો ફટકો- હવે આ ફિલ્મ પડતી મુકાઈ

News Continuous Bureau | Mumbai

ટી-સિરિઝના સ્થાપક અને ૮૦ના દસકામાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને ધબકતી કરનારા ગુલશન કુમારની બાયોપિક બનાવવાનો પ્લાન અનિશ્ચિત મુદત માટે પડતો મૂકાયો છે. ભૂષણ કુમારે પોતાના પિતાની બાયોપિક ‘મુગલ’ માટે અગાઉ અક્ષય કુમારની પસંદગી કરી હતી, પરંતુ મતભેદ ઊભા થતાં અક્ષય કુમારે પ્રોજેક્ટમાંથી વિદાય લીધી હતી અને આમિર ખાનને લીડ રોલ માટે ફાઈનલ કરાયા હતા. આમિરની રીસેન્ટ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની હાલત જોઈને ભૂષણ કુમારે મુગલનો પ્રોજેક્ટ હોલ્ડ પર મૂકી દીધો છે. 

Join Our WhatsApp Channel

૨૦૧૭ના વર્ષમાં ફિલ્મ એનાઉન્સ થઈ ત્યારે લીડ રોલમાં અક્ષય કુમાર અને ડાયરેક્ટર તરીકે સુભાષ કપૂર ફાઇનલ હતા. ભૂષણ કુમાર સાથે ક્રીએટિવ ડિફરન્સ ઊભા થતાં અક્ષયે છેડો ફાડ્યો હતો અને ત્યારબાદ આમિર ખાને આ રોલ માટે તૈયારી દર્શાવી હતી. લાલ સિંહ ચઢ્ઢા પૂરી થયા બાદ આમિર ખાન આ ફિલ્મ પર કામ શરૂ કરવાના હતા. જોકે લાલ સિંહ ચઢ્ઢાને કારમી પછડાટ મળતાં ટી-સિરિઝના મેનેજમેન્ટે યોગ્ય સમયની રાહ જોવાનું નક્કી કર્યું છે. આમિર ખાને વર્ષોની મહેનત બાદ લાલ સિંહ ચઢ્ઢા તૈયાર કરી હતી. પ્રમોશનમાં પણ કોઈ કચાશ રખાઈ ન હતી. જોકે બોયકોટ ટ્રેન્ડના કારણે આમિરને મોટું નુકસાન થયું છે. રિપોર્ટ્‌સ મુજબ, આ મામલે ડાયરેક્ટર સુભાષ કપૂર અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર વચ્ચે પણ ટેન્શન ઊભું થયું છે.  

આ સમાચાર પણ વાંચો : અનુપમા સિરિયલ માં સૌથી વધુ કમાણી કરે છે શો ની મૂળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી- જાણો વનરાજ શાહ થી લઇ ને બા-બાપુજી કેટલી લે છે ફી

મુગલનો પ્રોજેક્ટ પડતો મૂકવાના અને ભૂષણ કુમાર સાથે અણબનાવના રિપોર્ટ્‌સને વેગ મળી રહ્યો છે, કારણ કે, સુભાષ કપૂરે જાેલી એલએલબી ૩ પર કામ શરૂ કર્યું છે. અરશદ વારસી અને અક્ષય કુમાર સાથે જોલી એલએલબીનું શૂટિંગ આગામી વર્ષે શરૂ થવાનું છે.  

મહત્વનું છે કે ૮૦ના દસકામાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં આવેલી તેજી માટે ગુલશન કુમાર જવાબદાર હતા. તેમની કંપની ટી-સિરિઝે સંખ્યાબંધ ફિલ્મોમાં હિટ મ્યૂઝિક આપ્યા હતા. ૧૯૯૭માં ગોળી મારીને તેમની હત્યા બાદ ભૂષણ કુમારે કંપનીનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. ભૂષણે ટી-સિરિઝને મ્યૂઝિક કંપનીમાંથી પ્રોડક્શન હાઉસ બનાવી દીધી છે અને બોલિવૂડના પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસમાં તેનો સમાવેશ થાય છે. 

આ સમાચાર પણ વાંચો : દેશના ટોચના આ બિઝનેસમેને દુબઈમાં દીકરા માટે સૌથી મોંઘા ઘર ની કરી ખરીદી- રહસ્યમય ડીલથી દુનિયા અજાણ

Ranbaali Censor Board Clearance ‘રણબાલી’ને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી એકપણ કટ વિના પાસ થઈ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ
Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Exit mobile version