Site icon

Anup Jalota : ત્રણ લગ્ન, 37 વર્ષ નાની અભિનેત્રી સાથે રોમાન્સ, જ્યારે ભજન સમ્રાટ અનૂપ જલોટા આવ્યા વિવાદોમાં,જાણો વિગત

જસલીન મથારુનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણીએ બિગ બોસ 12 માં તેની ઉંમર કરતા બમણી ઉંમર ના ભજન ગાયક સાથે એન્ટ્રી કરી. બંનેએ આ શોમાં એમ કહીને ભાગ લીધો હતો કે તેઓ એકબીજા સાથે રિલેશનશિપમાં છે. પરંતુ શોમાંથી બહાર આવતાની સાથે જ તેણે પોતાના રિલેશનશિપનું સત્ય કહી દીધું, જેણે બધાને ચોંકાવી દીધા.

anup jalota jasleen matharu love story singer controversial marriage

anup jalota jasleen matharu love story singer controversial marriage

News Continuous Bureau | Mumbai

Anup Jalota: સલમાન ખાનનો શો બિગ બોસ ટેલિવિઝનના વિવાદાસ્પદ શોમાંથી એક છે. દરેક સીઝન માં કંઈક ને કંઈક એવું બને છે, જેના વિશે લોકો બોલતા રહે છે. પરંતુ બિગ બોસ 12માં કંઈક આવું જોવા મળ્યું, જેણે બધાને ચોંકાવી દીધા. આ સિઝનમાં ભજન સમ્રાટ અનૂપ જલોટાએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તે સલમાનના શોમાં તેની ગર્લફ્રેન્ડ જસલીન મથારુ સાથે આવ્યો હતો. જ્યારે બંનેએ નેશનલ ટીવી પર કહ્યું કે તેઓ રિલેશનશિપમાં છે તો બધા અવાચક થઈ ગયા. સિંગર પર ઘણી ચર્ચા થઈ છે.

Join Our WhatsApp Community

અનૂપ જલોટાજસલીન મથારુ સાથે ના તેના સમ્બન્ધ નો કર્યો હતો ખુલાસો

જસલીન મથારુનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણીએ બિગ બોસ 12 માં ભજન ગાયક સાથે એન્ટ્રી કરી. બંનેએ આ શોમાં એમ કહીને ભાગ લીધો હતો કે તેઓ એકબીજા સાથે રિલેશનશિપમાં છે. તેણે સ્ટેજ પર એટલું જ કહ્યું કે આ વાત આખી દુનિયામાં આગની જેમ ફેલાઈ ગઈ. ભજન સમ્રાટ અને જસલીનના સંબંધનું સત્ય જાણીને બધા ચોંકી ગયા. કોઈ માની જ ન શકે કે તેઓ રિલેશનશિપમાં છે. પછી બંનેએ બિગ બોસના ઘરમાં રહીને બધાને પોતાના સંબંધો વિશે વિચારવા મજબૂર કરી દીધા. પરંતુ બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી તરત જ અનૂપે ખુલાસો કર્યો કે જસલીન માત્ર તેની સ્ટુડન્ટ છે. અનૂપ અને જસલીનના સંબંધો પર પહેલાથી જ બધાને શંકા હતી, પરંતુ કેટલાક સમયથી આ લોકો પ્રેમમાં એટલા ડૂબી ગયા હતા કે બધા તેમના ખોટા પ્રેમને સાચો માનતા હતા.બંને વાસ્તવિક જીવનમાં પાર્ટનર તરીકે રહી શક્યા ન હતા. પરંતુ બંનેએ ચોક્કસ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ભજન ગાયક અને અભિનેત્રીની જોડી 2021માં આવેલી ફિલ્મ વો મેરી સ્ટુડન્ટમાં સાથે જોવા મળી હતી. ગાયક-અભિનેત્રીની જોડીએ પોતાની અનોખી સ્ટોરીથી લોકો પર એવી અસર કરી કે લોકો આજે પણ તેમની ફેક લવ સ્ટોરીની ચર્ચા કરે છે.

આ સમાચાર પણ વાંચો : Semicon India 2023 : ભારત સેમિકંડકટર હબ બનાવાની હરોળમાં…. 3 હજાર એન્જિનિયરો માટે નોકરીની તક… સમગ્ર વિગત વાંચો અહીંયા….

અનુપ જલોટા એ કર્યા હતા 3 લગ્ન

69 વર્ષના અનૂપ જલોટાએ ત્રણ લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન સોનાલી સેઠ સાથે થયા હતા, જે ગુજરાતની રહેવાસી હતી. બંનેએ પરિવારના સભ્યો વિરુદ્ધ લગ્ન કર્યા હતા. પરંતુ થોડો સમય સાથે રહ્યા બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. સોનાલીથી અલગ થયા બાદ અનૂપના બીજા લગ્ન બીના ભાટિયા સાથે થયા. પરંતુ બીજા લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને ગાયક તેની પત્નીથી અલગ થઈ ગયો. અનૂપના બે લગ્ન નિષ્ફળ ગયા. પરંતુ તેમને પ્રેમ અને સંબંધમાં વિશ્વાસ હતો. તેમણે પૂર્વ વડાપ્રધાન આઈકે ગુજરાલની ભત્રીજી મેધા ગુજરાલ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. પરંતુ બીમારીના કારણે 2014માં તેમનું અવસાન થયું હતું.પ્રખ્યાત સંગીતકાર શ્રવણ સિંહ રાઠોડના ભાઈ રૂપ કુમાર રાઠોડે અનૂપ જલોટાની પહેલી પત્ની સોનાલી સાથે લગ્ન કર્યા છે.

Dharmendra Hospitalized: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત બગડી! હોસ્પિટલ માં થયા દખાન, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
Ayushmann Khurrana: ‘થામા’ની સફળતા બાદ આયુષ્માન ખુરાનાને મળ્યો સૂરજ બડજાત્યાનો પ્રોજેક્ટ, કહી આવી વાત
Baahubali: The Epic: ‘બાહુબલી: ધ એપિક’નો ચાલ્યો જાદુ! દિલ્હી અને મુંબઈમાં કેટલા છે ટિકિટના ભાવ? જુઓ સૌથી મોંઘી અને સસ્તી સીટની કિંમત
Dining With The Kapoors: રોશન બાદ હવે કપૂર ખાનદાન ના ખુલશે રહસ્ય, આવી રહી છે ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’, જાણો ક્યારે રિલીઝ થશે આ ડોક્યુમેન્ટ્રી
Exit mobile version