Site icon News Continuous Bureau | Mumbai

Anupam kher: અનુપમ ખેર ની ઓફિસ માં થઇ ચોરી, કેટલાક સામાન સાથે આટલી રોકડ રકમ લઈને ફરાર થયા ચોર

Anupam kher: અનુપમ ખેર ની વીરા દેસાઈ રોડ સ્થિત ઓફિસ માં ચોરી થઇ છે. અભિનેતા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરીને આ વિશે માહિતી આપી છે તેમજ ચોરો શું લઈને ભાગી ગયા તે પણ જણાવ્યું છે.

anupam kher mumbai office robbed by two thieve

anupam kher mumbai office robbed by two thieve

News Continuous Bureau | Mumbai 

Anupam kher: અનુપમ ખેર બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા છે. અનુપમ ખેર પોતાની વાત સહજતા થી બધાઈ સામે રાખવા માટે પણ જાણીતા છે. તાજેતર માં અનુપમ ખેર ને લઈને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અનુપમ ખેર ની વીરા દેસાઈ સ્થિત ઓફિસ માં ચોરી થઇ છે. આ વાત ની માહિતી અનુપમ ખેર એ પોતાના  ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરીને આપી છે તેમજ ચોરો શું લઈને ભાગી ગયા તે પણ જણાવ્યું છે.અનુપમ ખેરે આ વિશે પોલીસ સ્ટેશન માં એફ આઈ આર પણ નોંધાવી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 માં સલમાન ખાન ને રિપ્લેસ કરવા પર અનિલ કપૂરે તોડ્યું મૌન, ભાઈજાન વિશે કહી આવી વાત

અનુપમ ખેર ની ઓફિસ માં થઇ ચોરી 

અનુપમ ખેર એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી ને જણાવ્યું કે કેવી રીતે ચોરો તેમની ઓફિસ નું તાળું તોડી ને ચોરી કરી આ વિડીયો શેર કરતા અનુપમ ખેરે લખ્યું, ‘ગઈ રાત્રે મારી વીરા દેસાઈ રોડ ઓફિસમાં બે ચોરો મારી ઓફિસના બે દરવાજા તોડીને એકાઉન્ટ્સ વિભાગમાંથી આખી સેફ લઈ ગયા (જે કદાચ તેઓ તોડી ન શક્યા) અને અમારા દ્વારા નિર્મિત એક ફિલ્મ ની નેગેટિવ જે એક બોક્સમાં હતી તે ચોરાઈ ગઈ હતી. અમારી ઓફિસે એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે ખાતરી આપી છે કે ચોરોને બહુ જલ્દી પકડી લેવામાં આવશે. કારણ કે સીસીટીવી કેમેરામાં બંને ચોરી ના સામાન સાથે ઓટોમાં બેઠેલા જોવા મળ્યા હતા. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. પોલીસના આગમન પહેલા મારી ઓફિસના લોકોએ આ વીડિયો બનાવ્યો હતો!’


અનુપમ ખેર ની ઓફિસ માં થયેલી ચોરી ના મામલા માં પોલીસે કલમ 454, 457, 380 હેઠળ કેસ નોંધ્યો છે. ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. અનુપમ ખેરની ઓફિસમાંથી ફિલ્મ “મૈંને ગાંધી કો નહીં મારા”ની જૂની રીલ (નેગેટિવ) અને 4.15 લાખ રૂપિયાની ચોરી થઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Amitabh Bachchan।અમિતાભ બચ્ચને ડ્રાઈવરને હટાવી જાતે જ દોડાવી કાર! ‘જલસા’ બહાર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, બ્લોગ લખીને કહી દિલની વાત
Anupama Tv Serial Updates| ‘અનુપમા’ ના સેટ પર કેવું છે કલાકારોનું વર્તન? સચિન ત્યાગીએ રૂપાલી ગાંગુલી અને શિવમ ખજુરિયા વિશે કહી આવી વાત
Krrish 4 Movie Hrithik Roshan| ‘ક્રિશ ૪’ ના બજેટને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓની હવા નીકળી! રાકેશ રોશને આપ્યું મોટું નિવેદન
Alpha Teaser Update| ‘આ અઠવાડિયે રિલીઝ થશે ‘આલ્ફા’ નું ટીઝર! આલિયા ભટ્ટ અને શર્વરી વાઘના રોલ પરથી ઉઠ્યો પડદો
Exit mobile version