Site icon

Anupama: સિરિયલ અનુપમા માં થોડા દિવસ નહીં જોવા મળે બાપુજી! અરવિંદ વૈદ નું શોમાંથી બ્રેક લેવાનું કારણ આવ્યું સામે

Anupama: સિરિયલ અનુપમા માં બાપુજી ની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા અરવિંદ વૈદ્ય છેલ્લા કેટલાક સમય થી સિરિયલ માં જોવા મળ્યા નથી અને એવા પણ સમાચાર છે કે આગામી કેટલાક એપિસોડ માં બાપુજી જોવા મળવાના નથી, જેનું કારણ પણ સામે આવ્યું છે.

anupama bapuji aka arvind vaidya takes break from show

anupama bapuji aka arvind vaidya takes break from show

News Continuous Bureau | Mumbai

Anupama: સિરિયલ અનુપમા દર્શકો નો ફેવરિટ શો છે. આ શો ટીઆરપી લિસ્ટ માં હંમેશા ટોપ પર હતો પરંતુ છેલ્લા કેટલાક વખત થી આ શો ની ટીઆરપી નીચે આવી ગઈ છે.દર્શકો ને શો ની વાર્તા પસંદ નથી આવી રહી. શોમાં સતત નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં શોના મેકર્સ અને કલાકારો લોકોનું દિલ જીતવામાં સફળ નથી થઈ રહ્યા.અનુપમા માં પાંચ વર્ષ નો લિપ આવ્યો છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં બાપુજી નું પાત્ર ભજવી રહેલા અભિનેતા અરવિંદ વૈદ્ય શો માં લાંબા સમય સુધી જોવા નહીં મળે અને તેનું કારણ પણ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા માં થશે વધુ એક બાળ કલાકાર ની એન્ટ્રી! સિરિયલ માં ભજવશે આ ભૂમિકા

અનુપમા માં નહીં જોવા મળે બાપુજી 

સિરિયલ અનુપમા માં બાપુજી નું પત્તર ભજવી રહેલા અભિનેતા અરવિંગ વૈદ ની તબિયત સારી નથી.તેમની નાદુરસ્ત તબિયતના કારણે ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ કારણોસર બાપુજી ને   શૂટિંગમાંથી બ્રેક લેવો પડ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, અરવિંદ વૈદ્યનું તાજેતરમાં ઓપરેશન થયું છે. તેમને  પેસમેકર લગાવવામાં આવ્યું છે. જ્યારે હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે પેસમેકરની જરૂર પડે છે. પેસમેકર ઇન્સ્ટોલ કર્યા પછી, ડોકટરો તેની કામગીરી તપાસવા માટે તેને ઘણી વખત તપાસે છે. આ કારણે ડોક્ટરોએ બાપુજી એટલે કે અરવિંદ વૈદ્યને આરામ કરવાની સલાહ આપી છે. આ માહિતી આપતા, અભિનેતાએ પોતે કહ્યું કે તે થોડા દિવસો સુધી શૂટિંગ પર પાછા ફરી શકશે નહીં.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version